પહેલા ઘર ચલાવવા માટે ઈડલી બનાવવાનું શરૂ કર્યું, આજે મોટી કંપનીની માલિક બની ગઈ મહિલા

કેરલના કોચ્ચિમાં રહેતાં રનિતા શાબૂ બાળપણથી જ ખાવાનું બનાવવાના ખૂબ જ શોખીન હતાં. તેમને બનાવેલાં કોજ્હુકત્તી અને પલાપ્પમ દરેકના મોઢામાં પાણી લાવી દે છે. પણ, એક ફૂડ આંત્રપ્રેન્યોર હોવું રનિતા માટે એક માત્ર કોઇન્સિડેન્સ હતો. આ અંગે તેમણે કહ્યું કે, ‘પોતાના દીકરા, ગોકુલના જન્મ દિવસે મેં ઘણાં વ્યજનો સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. તે અલગ-અલગ વ્યંજન જોઈને ખૂબ જ ખુશ થઈ જતો હતો. આ રીતે હું ઘણાં નવા વ્યંજન બનાવતા શીખી હતી.’ જોકે, રનિતા પહેલાં એક દુગ્ધ ઉત્પાદન કરતી ડેરીમાં કામ કરતી હતી. જ્યારે તેમના પત્ની એક ટાયરની કંપનીમાં ફોરમેન હતાં. આમ પરિવારને સંભાળવાની સાથે તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવાની તક મળી હતી.

આ અંગે રનિતાએ જણાવ્યું કે, ” અમે રેસમી આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ પાસે રહીએ છીએ. એક દિવસ, ક્લબના વિદ્યાર્થી કોઈ ટૂર પર જઈ રહ્યા હતા અને તેમને નાસ્તામાં ઇડલીની જરૂર હતી. એટલે મેં તેમના માટે સો ઇડલી, સાંભર અને નારિયેળની ચટણી બનાવી હતી. જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમણે ખૂબ જ વખાણ કર્યા હતાં. જેનાથી મને લાગ્યું કે હું ઘરે બનાવેલું ખાવાનું વેચીને વધારાની કમાણી કરી શકું છું.”

પોતાના પતિ શાબૂ સાથે આ અંગે વાત કર્યા પછી તે વર્ષે તેમણે વેન્ચર ગોકુલસન ફૂડ એન્ડ પ્રોસેસિંગ યુનિટની શરૂઆત કરી હતી. આ બિઝનેસ બંનેએ સાથે મળીને શરૂ કર્યો હતો. તેમના પતિ ભોજન વિતરણની જવાબદારી સંભાળતા હતા અને રનિતા ખાવાનું બનતી હતી. થોડાક જ દિવસમાં તેમને ઘણી સ્થાનિક હોટલમાંથી ઓર્ડર મળવા લાગ્યા હતાં. આ રીતે રનિતાને લગભગ 1 હજાર ઇડલીનો ઓર્ડર મળ્યો હતો. ધીરે-ધીરે તેમની પાસે ઓર્ડર વધવા લાગ્યા અને આગળ જતાં તે માત્ર ઇડલી જ નહીં ઇડિયપ્પમ, વટ્ટયપ્પમ, ચક્કાયદા, ચક્કા વટ્ટાયપ્પમ, નય્યપ્પમ, ઉન્નીઅપ્પમ, કોજુહકત્તી અને પલાપ્પ બનાવીને વેચવા લાગ્યા હતાં.

24 વર્ષીય ગોકુલે જણાવ્યું કે, ” હું ખાવાનું પેક કરું છું અને કોલેજ જવા દરમિયાન ઘણી દુકાનો કોલેજની કેન્ટીન અને પોતાના ફ્રેન્ડને વિતરણ કરું છું. આનાથી માતા-પિતાની પણ મદદ થાય છે અને હું એમબીએની ફી પણ ભરી શકું છું.” નિરંતર વધતા ઓર્ડરને લીધે રનિતા અને શબૂએ પોતાની નોકરી છોડી દીધી. જેથી તે પોતાના બિઝનેસને સારી રીતે ચલાવી શકે.

શરૂઆતના દિવસોમાં વધતી માંગને કારણે એક સ્ટોવ પર ખાવાનું તૈયાર કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. આ પછી રનિતા અને શબૂએ ઓછા સમયમાં ખાવાનું તૈયાર કરનારા ઘણાં મશીન વિશે માહિતી મેળવી પણ, બધું બેકાર હતું. આ પછી શબૂએ વર્ષ 2006માં એક એવું મશીન બનાવ્યું જે એક કલાકમાં 450 પલાપ્પમ બનાવી શકતું હતું અને એ માટે માત્ર એક વ્યક્તિની જરૂર હતી.

આ ડિઝાઈનને તૈયાર કરવા માટે તેમને સ્થાનિક મેટલ કંપનીના એક એન્જિનિયરની ખૂબ જ મદદ મળી હતી. આ ઉપરાંત તેમણે એક એવું કૂકર બનાવ્યું જેનાથી એક કલાકમાં ઇડિયપ્પમ, વટ્ટાયપ્પમ, ચક્કા વટ્ટાયપ્પમ સહિત 750 બનાવી શકતાં હતાં. તેમણે મશીન બનાવવામાં લગભગ 30 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. આ માટે તેમણે બેન્કમાંથી લોન લીધી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી યોજના, ત્રિશૂર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલા ઉદ્યોગ કાર્યક્રમ અને ઉધમી સહાયતા યોજનાની પણ આર્થિક મદદ મળી હતી.

ગોકુલે કહ્યું કે, ”કોરોના મહામારી પહેલાં અમને દર મહિને 1 લાખ રૂપિયાની કમાણી થતી હતી. પણ હવે 60 હજાર રૂપિયા જ થાય છે. આશા છે કે, સ્થિતિ જલદી બદલાય જાય અને અમે વધારે લાભ મેળવી શકીએ.” તો રનિતાએ કહ્યું કે, ” તેમણે આ બિઝનેસને સારી રીતે ચલાવવા માટે 7 મહિલાઓને રોજગારી આપી છે. તે ત્રણ શિફ્ટમાં કામ કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે, આ મહિલાઓ તેમની ગૃહિણી છે અને તેમણે જે કામ કરવાનો અનુભવ છે. તે કમાણી કરીને ખૂબ જ ખુશ છે. તેમનો ઇરાદો પોતાના બિઝનેસને વધારવાનો છે અને વધારેમાં વધારે મહિલાને રોજગાર આપવાનો છે.”