ભાંડો ફૂટ્યા બાદ યુવતીએ કરી ચોંકાવનારી કબૂલાત, પોલીસ પણ સાંભળીને રહી ગઈ દંગ

લગ્ન એ પવિત્ર બંધન હોય છે પરંતુ દેશના ઘણા ભાગમાંથી લગ્નના નામે કરાતી છેતરપિંડીના કિસ્સા સામે આવતા રહે છે. આ માટે ઘણી ગેંગ સક્રિય હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ એક લૂંટેરી દુલ્હનની વાસ્તવિકતા સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામા આવી હતી. જોકે હવે ફરી આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

ડુંગરપૂરના ગોલ માર્કેટના અનિલ જૈને 15 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી કે, તેના નાના ભાઈ અશોક કુમાર જૈનના લગ્ન ગત વર્ષે 17 જુલાઈના બેલગાંવ (કર્ણાટક)ની મૈત્રાવતી સાથે થયા હતા. પરંતુ મૈત્રાવતી માત્ર 2 મહિના સાસરીમાં રહ્યાં બાદ લાખો રૂપિયા લઈ ફરાર થઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ 15 એપ્રિલના લુંટેરુ દુલ્હનની ધરપકડ કરી જેલ ભેગા કરવામા આવી હતી. પોલીસે જણાવ્યું કે, ફેક લગ્ન થકી પૈસા પડાવનાર લૂંટારી દુલ્હન નેત્રાવતીએ 1 વર્ષમાં બીજા અને 3 વર્ષમાં 3 ફેક લગ્ન કર્યા અને 10 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

પોલીસ સમક્ષ પૂછપરછમાં લૂંટેરી દુલ્હને જણાવ્યું કે, કર્ણાટક સ્થિત તેના ગામના મોટાભાગના ઘરોમાં યુવતીઓના આવી જ રીતે લગ્ન થાય છે અને લગ્નમાં બાદ યુવતીઓ આમ જ લૂંટેરી દુલ્હન બની છેતરપિંડીનું કામ કરતી હોય છે. તે લોકો પૈસાની લાલચમાં સાસરું બદલતા રહે છે અને આ જ તેમનો ધંધો છે. આરોપી યુવતીએ ખુલાસો કર્યો તેને પોતાની માતાએ જ આ ધંધામાં ધકેલી હતી.

પોલીસે જણાવ્યું કે, લૂંટેરી દુલ્હન અશોક જૈન સાથે લગ્ન બાદ અમુક સમય તો સાથે રહી, પછી 15 એપ્રિલના ભાગી કર્ણાટકમાં પોતાના ગામે પહોંચી હતી. તે પછી ફરી દલાલનો સંપર્ક કરી ડુંગરપુરના ભરત જૈન સાથે 9 મેના 4.50 લાખ રૂપિયા લઈ લગ્ન કર્યા હતા. તે પછી ત્યાંથી પણ તે ભાગી અન્ય કોઈ સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી, જોકે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. એક માહિતી અનુસાક મૈત્રાવતી 17 વર્ષની હતી ત્યારે સંબંધીઓની ઓળખાણ પર સમાજ સામે સંપૂર્ણ રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન બાદ તે 1 વર્ષ સુધી સાસરીમાં રહી અને પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તે પછી માતાના કહેવા પર દલાલોના સંપર્કમાં આવી અને અશોક જૈન સાથે તેના લગ્ન થયા હતા. ત્યાંથી તેણે 5 લાખ પડાવ્યા હતા. 15 એપ્રિલે ભાગી તેણે પૈસા પોતાના ઘરે આપ્યા હતા. તે પછી ડુંગરપુરમાં કરેલા લગ્નમાંથી પણ 4.50 લાખ પડાવ્યા હતા. જોકે હવે આ યુવતીને જેલ ભેગી કરવામા આવી છે.