ડૉક્ટર પતિએ પત્નીને માર માર્યો, પત્નીએ વીડિયો બનાવી આપવીતી જણાવી

કરવા ચૌથના દિવસે જ એક ડૉક્ટર પતિએ ડૉક્ટર પત્નીને માર માર્યો હતો. પત્નીએ મારપીટનો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે.પોલીસને આ અંગે માહિતી મળી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અનેક કલાકો સુધી ચાલેલી દલીલો બાદ બંને ડિવોર્સ થાય ત્યાં સુધી ઘરમાં અલગ અલગ ફ્લોર પર રહેશે. બાળકોને જેની સાથે રહેવું હશે, તેની સાથે રહેશે.

આ ચર્ચાસ્પદ કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. આ ઘટના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં બની હતી. અહીંયા રહેતા ડો.સિદ્ધાર્થ સિંહ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર છે. તેમની પત્ની પારુલ સિંહ મેડિકલ કોલેજમાં જ આઇ સ્પેશિયાલિસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

ડોક્ટર પારુલે મારપીટનો બે મિનિટનો એક વીડિયો બનાવીને સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં પતિ પર મારપીટનો આરોપ મૂકીને ઈજાના નિશાનો બતાવ્યા હતા. વીડિયોમાં પત્નીએ કહ્યું હતું કે પતિ તેને ઘરમાંથી બહાર કાઢવા માતો હતો. તેણે સાસુ-સસરા તથા સંબંધીઓ પર પતિને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છેઃ નવાબગંજ પોલીસ સ્ટેશનની દેવેન્દ્ર દુબેએ કહ્યું હતું કે બંને વચ્ચે જૂનો વિવાદ છે. તેમણે ડિવોર્સ માટે કોર્ટમાં કેસ પણ કર્યો છે. પંચાયતમાં નક્કી થયું કે દંપતી ડિવોર્સ ના થાય ત્યાં સુધી ઘરમાં અલગ અલગ ફ્લોર પર રહેશે. બાળકોની ઈચ્છા હશે, તેમની સાથે રહેશે. ડોક્ટર દંપતીને 15 વર્ષની દીકરી ને 10 વર્ષનો દીકરો છે.

ઈજાના નિશાન મારપીટનો પુરાવો આપે છેઃ ડોક્ટરે પારુલે પોલીસને પોતાના શરીર પર રહેલા ઈજાના નિશાનો બતાવ્યા હતા.