કેટરીનાએ કરી એવી ભૂલ કે જોનારા કહે છે કે હાય હાય આવું તે કંઈ જાહેરમાં કરાતું હશે…!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલમાં પોતાની ફેશન તથા પ્રેમી વિકી કૌશલને કારણે ચર્ચામાં રહે છે. કેટરીનાએ તાજેતરમાં સો.મીડિયામાં પોતાની તસવીરો શૅર કરી હતી.

કેટરીના બ્લૂ રંગના સ્વેટરમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે મિનિમલ મેકઅપ, ઓપન હેર તથા પિંક લિપસ્ટિકથી લુક કમ્પ્લિટ કર્યો હતો. કેટરીના આ લુકમાં ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

જોકે, સૌથી નવાઈની વાત એ છે કે કેટરીનાએ સ્વેટરમાં બટનને બદલે સેફ્ટી પીનનો ઉપયોગ કર્યો હતો, તેણે એક નહીં પણ ત્રણ ત્રણ સેફ્ટીપીન લગાવી હતી. આ જ કારણે સો.મીડિયામાં યુઝર્સે કેટરીનાની ઘણી જ મજાક ઉડાવી હતી.

એક યુઝરે એવું કહ્યું હતું કે કેટરીનાને કેટલી ગરીબી આવી કે તેણે સેફ્ટી પીનનો ઉપયોગ કરવો પડે છે. તો અન્ય એક એવું કહ્યું હતું કે બહેન બટન તૂટી ગયા છે, થોડું જલદી કરો. પિન લગાવી લો…એક યુઝરે એમ કહ્યું હતું કે તમારે પણ પિન લગાવવાની જરૂર પડે.

કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘ફોન ભૂત’માં ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. આ ઉપરાંત અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ પણ કરી છે. ચર્ચા છે ક કેટરીના માર્ચ એન્ડમાં ‘ટાઈગર 3’નું શૂટિંગ શરૂ કરશે.