ગ્લેમરસ દેખાતી શ્રીદેવીની લાડલી મેકઅપ વગર લાગી સાવ આવી, તસવીરો થઈ વાઈરલ

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના નાનો ભાઈ અને એક્ટર સંજય કપૂરે 17 ઓક્ટોબરે પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમનના બર્થડેનું સેલિબ્રેશન તેમની માના ઘરે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કપૂર પરિવારના દરેક લોકો તેમાં સામેલ થયા હતાં. શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ તેના કાકાનો બર્થડે સેલિબ્રેટ કરવા પાર્ટીમાં આવી હતી.

આ દરમિયાન ખુશી વગર મેકઅપ લુકમાં જોવા મળી હતી. પહેલી નજરમાં તેમને ઓળખવી મુશ્કેલ હતી. આ દરમિયાન ખુશીએ વ્હાઇટ ટોપ, બ્લુ જીન્સ અને ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો. આ સાથે જ તેમણે પોતાના ટોપ સાથે મેચ કરેલાં સૂઝ પહેર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર પછી હવે તેમની નાની દીકરી પણ ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે. ખુશી ડાન્સ ક્લાસથી પિલાટે સેશન પણ જોઈન કરી ચૂકી છે. તે ખૂબ જ મહેનત કરી રહી છે. વચ્ચે એવી વાત સામે આવી હતી કે, ખુશી કરણ જોહરની કોઈ ફિલ્મથી ડેબ્યુ કરવાની છે. ખુશી કપૂર તેની મોટી બહેન જાહ્નવી કપૂરથી 4 વર્ષ નાની છે. ખુશી અત્યારે માત્ર 20 વર્ષની છે.

આ દરમિયાન સંજય કપૂરના બર્થડે સેલિબ્રેશનમાં જતાં અર્જુન કપૂર અને તેમની બહેન અંશુલા પણ જોવા મળ્યા હતાં. આ પાર્ટીમાં બંને ભાઈ-બહેન મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યા હતાં. અર્જુને પિંક શર્ટ પહેર્યો હતો તો અંશુલાએ પણ પિંક કલરવાળા ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી.

તો શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર અંધેરી સ્થિત એક ડાન્સ ક્લાસની બહાર જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધાએ કુર્તો અને જીન્સ પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા ખૂબ જ જલદી ફિલ્મ ચાલબાજ ઇન લંડનમાં જોવા મળશે.

અન્ય સ્ટારકિડની જેમ ખુશી કપૂરના ફોટો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તેમના સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ખુશી કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઉલ્લેખનીય છે કે, તેમના ફોટો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ થોડાંક દિવસો પહેલાં ખુશી કપૂર ઉપ્સ મોમેન્ટને લીધે ચર્ચામાં આવી હતી. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ હતી.

સોશિયલ મીડિયામાં ખુશીનો એક ફોટો વાઇરલ થયો હતો. જેમાં તે ખૂબ જ ટ્રાન્સપરન્ટ કપડામાં જોવા મળી હતી. આ ફોટોમાં જોઈ શકાય છે કે, ખુશી જીમના આઉટફિટ એટલે કે ખૂબ જ લાઇટ ટ્રેક પેન્ટ અને ટ્રાન્સપરન્ટ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. તેમના આ બોડી ફિટેડ આઉટફિટમાં ખુશીના ઇનરવેર સ્પષ્ટ દેખાય છે. જેને લીધે લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી.

તો અન્ય સેલેબ્સની વાત કરીએ તો રાજકુમાર રાવ અને કૃતિ સેનન સોમવારે મુંબઈના એક સ્ટૂડિયોની બહાર સ્પોટ થયા હતાં. આ દરમિયાન કૃતિ સેનન રંગબેરંગી ગાઉનમાં જોવા મળી હતી. રાજકુમાર રાવ સૂટમાં જોવા મળ્યો હતો. તો ટીવી એક્ટર રવિ દુબે સોમવારે પોતાની પત્ની સરગુન મહેતા સાથે એરપોર્ટની બહાર જોવા મળ્યો હતો.

આ દરમિયાન બંનેએ બ્લેક ગોગલ પહેર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સરગુન મહેતા અપસાના ખાનના ફેમસ ગીત ‘પતા નહીં જી કોન સા નશા’માં જોવા મળી હતી.