સિદ્ધાર્થ શુક્લાની પ્રેમિકા છે કારની શોખની, પાર્કિંગમાં છે મોંઘીદાટ જગુઆર

મુંબઈઃ રિયાલિટી શો ‘બિગ બોસ’થી સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી હિટ થઈ હતી. આ જોડીને લોકો સિડનાઝ તરીકે બોલાવતા હતા. સિદ્ધાર્થ શુક્લાના નિધનથી આ જોડી તૂટી હતી. શહનાઝ આ આઘાતમાંથી હજુ બહાર આવી શકી નથી.

હાલમાં જ આ જોડીનો એક ગીત ‘અધૂરા’ રીલિઝ કરવામા આવ્યો હતો. શહનાઝ ગિલે 2015માં મૉડલિંગ કરિયરનો પ્રારંભ કર્યો હતો. તે પછી તેણે એક પંજાબી ફિલ્મ ‘સત શ્રી અકાલ ઈંગ્લેન્ડ’માં પણ અભિનય કર્યો હતો. તેને બિગ બોસ 13 થકી લોકપ્રિયતા મળી, અહીં તે સિદ્ધાર્થના પ્રેમમાં પડી. તે શોમાં ત્રીજા ક્રમે રહી હતી.

સુપર ટેલેન્ટેડ શેહનાઝ ગિલ પાસે કારનું સારું એવું કલેક્શન છે. તે એક્ટિંગ, સિંગિંગ અને ડાન્સિંગમાં માહેર છે. આ જ કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં સારું એવું સ્થાન બનાવ્યું છે. દિલજીત દોસાંજ સ્ટારર તેની ફિલ્મ ‘હોંસલા રખ’ રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ થકી દિલજીતે પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

એક રિપોર્ટ અનુસાર, શહનાઝ ગિલ પાસે ઘણી કાર છે. તેના સુપર લક્ઝરી કાર કલેક્શનમાં ઓડી એ4, હોન્ડા સિટી, રેન્જ રોવર ઈવોક, ઓડી ક્યૂ3, મર્સિડિઝ બેન્ઝ સી-ક્લાસ સામેલ છે. ઓડી ક્યૂ3ની કિંમત 34 લાખ રૂપિયા છે. જ્યારે મર્સિડિઝી બેન્ઝ સી-ક્લાસની કિંમત 46.63 લાખ રૂપિયા જેટલી છે.

શહનાઝ ગિલ પાસે એક કાળા કલરની જગુઆર એક્સજે પણ છે. તેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે. જ્યારે રેન્જ રોવર ઈવોકની કિંમત 65 લાખ રૂપિયા છે. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલ સંપૂર્ણ પણે ભાંગી ચૂકી છે. તે આઘાતમાંથી બહાર નથી આવી રહી. તે સિદ્ધાર્થ સાથે લગ્ન કરવાની હતી.