પરેશ રાવલની પત્ની રહી ચૂકી છે મિસ ઈન્ડિયા, પહેલીવાર જ વાર જાણો પરેશ રાવલના પરિવાર વિશે

પરેશ રાવલના મોટા દિકરા આદિત્ય રાવળ ટૂંક સમયમાં જ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. તેમનું ડેબ્યુ ડિઝિટલ ફ્લેટફોર્મ ZEE5ની આગામી ફિલ્મ બમફાડમાં થશે. આ ફિલ્મમાં તેની સાથે ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કરી ચૂકેલી શાલીની પાંડે નજર આવશે. આ ફિલ્મનું પ્રીમિયર 10 એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે પરેશ રાવલના બે દિકરા છે. મોટા દિકરાનું નામ આદિત્ય અને નાના દિકરાનું નામ અનિરુદ્ધ છે. તો પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત છે. 64 વર્ષ પહેલા પરેશ રાવલ પ્રથમ વખત 70ના દાયકામાં સ્વરૂપ સંપતને મળ્યા હતા. સ્વરૂપ સંપત મિસ ઇન્ડિયા રહી ચૂકી છે.

1979માં મિસ ઇન્ડિયાનો તાજ પહેરનારી એક્ટ્રેસ સ્વરૂપ સંપત સાથે પરેશ રાવલે 1987માં લગ્ન કર્યા હતા. બંને પ્રથમ વખત વર્ષ 1975માં મળ્યા હતા. એ સમયે બંને કોલેજમાં અભ્યાસ કરતાં હતા. સ્વરૂપને જોતા જ પરેશને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો અને પોતાના મિત્રને કહ્યું હતું કે હું એ યુવતી સાથે લગ્ન કરીશ.

સ્વરૂપે પ્રથમ વખત પરેશને સ્ટેજ પર પરફોર્મ કરતાં જોયા તો તેની એક્ટિંગની ફેન બની ગઇ હતી અને બેક સ્ટેજ જઇ તેઓએ પરેશને પુછ્યું કે તેઓ કોણ છે. સ્વરૂપને પણ થિએટરનો શોક હતો. આથી બંનેની મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો.

1987માં બંને ખુબ જ સાધારણ રીતે લગ્ન કર્યા હતા. લગ્નમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો જ હાજર હતા. લગ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડ મુંબઇમાં લગ્ન થયા હતા. સ્વરૂપ સંપતના જણાવ્યા પ્રમાણે એ દરમિયાન 9 પંડિતોએ મંત્રોચ્ચારની સાથે અમારા લગ્ન કરાવ્યા હતા.

પરેશના મોટા દિકરા આદિત્ય રાવલ રવિન્દ્રનાથ ટાગોર અને શેક્સપીયરના ફેન છે. તેઓ તેનાથી પ્રભાવિત છે અને તેમના લિટરેચરને ખુબ જ પસંદ કરે છે. આ સિવાય આદિત્ય અમેરિકા અને ઇન્ડિયામાં સ્ક્રીનપ્લે રાઇટરનું કામ પણ કરે છે. આદિત્ય પોતાના પ્લેટટાઇમ ક્રિએશનના બેનર હેઠળ કેટલીક ફિલ્મો બનાવવા માગે છે.

પરેશ રાવલના નાના દિકરા અનિરુદ્ધ રાવલે સલમાન ખાનની ફિલ્મ સુલતાનમાં કામ કર્યું છે. અનિરુદ્ધે સલમાનની સાથે સ્ક્રિન શેર નથી કરી પરંતુ આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં તે ફિલ્મ સાથે જોડાયેલો હતો. આ અનિરુદ્ધની પ્રથમ ફિલ્મ હતી.

પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતે ટીવી કોમેડી શો ‘યે જો હે જિંદગી’માં કામ કર્યું જે ખુબ જ હિટ રહી. આ શોમાં તે દિવંગત એક્ટર શફી ઇનામદારની વાઇફના રોલમાં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે આ સીરિયલ માટે તેઓએ અનેક ઇમ્પોર્ટન્ટ શોની ઓફર ઠૂકરાવી દીધી હતી. આ સિવાય તેઓએ 90ના દાયકાના શો ‘યે દુનિયા ગજબ કી’ ‘ઓલ ધ બેસ્ટ’માં પણ કામ કર્યું હતું.

સ્વરૂપ સંપત દિવ્યાંગ બાળકોને એક્ટિંગ શીખવાડે છે. આ સિવાય તેઓએ કુમકુમ બનાવતી કુંપની શ્રૃંગાર માટે મોડલિંગ પણ કરી છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરૂપ સંપતને બાળકો માટે એજ્યુકેશન પ્રોગ્રામના હેડ સિલેક્ટ કર્યા હતા. સ્વરૂપ સંપતે અનેક બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ‘નરમ ગરમ’, ‘હિમ્મતવાલા’ ‘કરિશ્મા’ ‘સાથિયા’ ‘સપ્તપદી’ ‘કી એન્ડ કા’નો સમાવેશ થાય છે.