‘કૌન બનેગા કરોડપતિ’માં આજે ચમકશે ગુજરાતના જાણીતા પાબીબેન રબારી

ભુજ: કચ્છના જાણીતા પાબીબેન આજે રાતે ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં ચમકશે. પાબીબેન રબારી જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડ કેબીસી કર્મવીર શ્રૃંખલામાં કચ્છના હસ્તકલાકાર પાબીબેન રબારી ચમકશે. પાબીબેન માત્ર ચાર ચોપડી ભણેલા છે અને વિદેશીઓની સાથે બિઝનેસ કરી રહ્યાં છે. કચ્છ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ પાબીબેન જાણીતા છે. પાબીબેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે.

પાબીબેને પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માટે ઓનલાઈન વેબસાઈટ પણ બનાવી છે જેમાં રબારી ભરતકામની તસવીરો મુકવામાં આવેલી છે આ વેબસાઈટનું નામ પાબીબેન.કોમ છે. અંજારના ભાદરોઈ ગામના ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારીને મુંબઈ ગ્રામીણ વિસ્તારમાં ઉત્કૃષ્ઠ છે. પાબીબેન પાસે કોઈ ડિગ્રી નથી અને કોઈ અનુભવ પણ નથી છતાં પણ તેઓ એકલા હાથે પોતાનો બિઝનેસ કરી રહ્યાં છે અને કચ્છનું નામ રોશન કરે છે.

કચ્છના જાણીતા પાબીબેન માત્ર ચાર ચોપડી ભણેલા છે અને રબારી સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેમને ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી છતાં પણ તેમની કલાના માધ્યમથી તેઓ આજે વિદેશની લોકો સાથે સરળતાથી વાતચીત અને બિઝનેસ પણ કરી શકે છે. પાબીબેને તૈયાર કરેલું હરી જરી વર્ક લોકોને બહુ જ પસંદ છે. આ ઉપરાંત અન્ય 19 પ્રકારની વેરાઈટીવાળી બેગ બનાવે છે. પાબીબેને તૈયાર કરેલી આ બેગ વિદેશની તમામ ઉંમરની મહિલાઓને પસંદ પડે છે. બેગ્સની ખાસીયત એ છે કે, ટ્રેડિશનલ વર્ક ધરાવતા કવર્સ, બટવા, કેડિયા વગેરે જેવી પ્રોડ્ક્ટ્સ ડિઝાઈન કરે છે.

પાબીબેનનો જન્મ મુદ્રા તાલુકાના કુકડસર ગામે થયો હતો જ્યાં પાબીબેન અભ્યાસની શરૂઆત કરી હતી ત્યારે તેમના ઘરના મોભી એવા તેમના પિતાનું મૃત્યું થયું હતું. ત્યાર બાદ ઘરમાં સૌથી મોટા પાબીબેનના માથે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી વધતા તેમણે અભ્યાસ છોડીને માતાને આર્થિક ટેકો કરવા લાગ્યા હતાં. તે સમયે પાબીબેને ભરતકામ કરવાનું શરૂ કર્યું અને 18માં વર્ષે પાબીબેનના લગ્ન થઈ ગયા હતાં. રબારી સમાજના આગેવાનોએ કેટલાક કારણોસર વર્ષ 1990માં ભરતકામ પર પ્રતિબંધ મુકી દીધો હતો. તે સમયે પોતાની ભરતકામની પરંપાર સંપૂર્ણ બંધ ન થઈ જાય તે માટે રબારી મહિલાઓએ અલગ-અલગ લેસનો ઉપયોગ કરીને પોતાના કપડાં બનાવવાનું શરૂ રાખ્યું હતું જે આજે હરી જરી તરીકે ઓળખાય છે.

પાબીબેનને ‘હરી જરી’નો ઉપયોગ કરીને બેગ બનાવવાનું શરૂ કર્યું અને કચ્છમાં આવતાં વિદેશી મહેમાનને આ બેગ પસંદ પડવા લાગી ત્યાર બાદ આ બેગનું નામ ‘પાબીબેગ’ રાખવામાં આવ્યું. વર્ષ 2003થી પાબીબેગ્સ બહુ જ ફેસમ બની હતી. પાબીબેનની બેગ્સ હોલિવૂડની ફિલ્મ ‘ધ અધર એન્ડ ઓફ લાઈન’માં અભિનેત્રીને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી છે. ત્યાર બાદ બોલિવૂડની ફિલ્મ માટે પાબીબેનની બેગ્સની ઓર્ડર મળ્યો હતો.

વિદેશની ધરતી પર યોજાઈ રહેલા ક્રાફ્ટ મેળામાં ઘણી વખત ભાગ લઈ ચૂક્યા છે અને ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે. આ ગામમાં તમે એકવાર મુલાકાત લો તો તમને ત્યાં પાકા મકાન પણ નથી ત્યાં મહિલા દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. મહત્વની વાત એ છે કે પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના પુત્રને આજે અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યાં છે.