નરાધમે બકરાને પકડીને પરાણે તેના મોંમાં દારૂ રેડી દીધો, મુંગા પશુએ ગુમાવી દીધું સાનભાન

એક વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે બકરા દારૂ પીતા જોવા મળે છે. તેમના માટે કોલ્ડ ડ્રિંકની બોટલમાં પેગ તૈયાર કરવામાં આવ્યો હતો. એક યુવકે વીડિયો બનાવતા કહ્યું હતું કે જુઓ તેના બંને બકરાઓ દારૂ પીએ છે. આ જ રીતે તૈયાર થાય છે. જોઈ લો તેઓ કઈ બ્રાન્ડ પીએ છે.

આ વાઈરલ વીડિયો મધ્યપ્રદેશના ભોપાલનો છે. વીડિયો મુજબ યુવકે કોલ્ડ ડ્રિક્સની બોટલમાં દારૂ નાખ્યો અને બકરાનું મોં એકદમ ટાઇટ પકડી રાખ્યું હતું અને પછી મોંમાં દારૂ રેડ્યો હતો. દારૂ પીધા બાદ બકરો જ્યાં ત્યાં પગ પછાડતા જોવા મળ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ યુવકે એવું કહ્યું હતું કે હવે શું ખાશો.

જબરજસ્તી દારૂ પીવડાવ્યોઃ વીડિયોમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે બકરાઓને જબરજસ્તી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. બોટલમાં શરાબ તથા પાણી નાખીને પેગ તૈયાર કરવામાં આવ્યો હતો.

બકરાએ મોં બરોબર ના ખોલ્યું તો અયૂબ નામનો વ્યક્તિ બકરા પર બેસી જાય છે અને એક હાથથી મોં જોરથી પકડી રાખે છે અને બકરાના મોંમાં દારૂ રેડે છે. ત્યારબાદ બકરો સાનભાન ગુમાવી દે છે.

હનુમાનગંજનો નામચીન ગુંડોઃ પોલીસને મળેલી માહિતી પ્રમાણે, વીડિયો બનાવનાર બદમાશનું નામ અયૂબ કાલા છે. કાજી કેમ્પમાં રહેતો અયૂબ હનુમાન ગંજ પોલીસ સ્ટેશનના ગુંડાઓના લિસ્ટમાં સામેલ છે.

આરોપી પર પહેલેથી જ અલગ અલગ કલમો હેઠળ પાંચ કેસ નોંધાયેલા છે. હનુમાનગંજના ટીઆઇ મહેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈએ ફરિયાદ કરી નથી. જો ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.