આ રીતે 12 વર્ષનો બાળક બન્યો હતો આનંદગીરી, આજે ગામના લોકોએ જણાવી હિસ્ટ્રી

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું શંકાસ્પદ હાલતમાં સોમવારે નિધન થઈ ગયું હતું. તેમનો શબ પંખા પરથી લટકતો મળ્યો હતો. નરેન્દ્રગિરિના મોત પછી તેમના શિષ્ય આનંદગિરિની પોલીસે ધરપકડ કરી છે. કેમ કે, મહંતની સ્યૂસાઈડ નોટમાં આનંદગિરિના નામનો ઉલ્લેખ છે. પોલીસે આ અંગે પૂછપરછ કરી રહી છે. ત્યારે અમે તમને જણાવીએ કે, રાજસ્થાનનો રહેવાસી 12 વર્ષનો બાળક હરિદ્વાર જઈને કેવી રીતે સ્વામી બની ગયો હતો.

આનંદગિરિનું સાચું નામ અશોક છે અને તે મૂળ રીતે ભીલવાડા જિલ્લાના સરેરી ગામનો રહેવાસી છે. 12 વર્ષની ઉંમરમાં તે વર્ષ 1997માં પોતાનું ગામ છોડીને હરિદ્વાર ભાગી ગયો હતો. જ્યાં તે મહંત નરેન્દ્રગિરિને મળ્યો અને તેમને પોતાના ગુરુ બનાવીને તેમના ચરણમાં શરણ લીધી હતી. નરેન્દ્રગિરિએ તેમને દીક્ષા આપી અને તે અશોકમાંથી આનંદગિરિ બની ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આનંદગિરિ જ્યારે પોતાનું ઘર છોડીને આવ્યો ત્યારથી તે અત્યારસુધી માત્ર બે વાર ગામડે આવ્યો હતો. એકવાર તે વર્ષ 2012માં મહંત નરેન્દ્રગિરિ સાથે પોતાના ગામડે આવ્યો હતો. તો બીજીવાર 5 મહિના પહેલાં જ્યારે તેમની માતાનું મોત થયું હતું ત્યારે આવ્યો હતો. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે પોતાના ગામડે આવ્યો હતો.

આનંદગિરિના ગામલોકોનું કહેવું છે કે, જ્યારે અશોક સાતમાં ઘોરણમાં ભણતો હતો ત્યારથી તેણે પોતાનું ઘર છોડી દીધું હતું. તે બ્રાહ્મણ પરિવારથી છે અને તેમના પિતા આજે પણ ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જ્યારે તે પહેલીવાર પોતાના ગામડે આવ્યો તો તેને ઓળખી શક્યા નહોતાં. પણ તેણે પરિચય આપ્યો તો આખું ગામ ભાવુક થઈ ગયું હતું, બાળપણમાં ખૂબ જ શાંત અને શાલીન સ્વભાવનો હતો.

ઉલ્લેખનીય છે કે, આનંદગિરિ પોતાના પરિવારમાં સૌથી નાનો દીકરો છે. તે ત્રણ ભાઈ છે અને એક ભઆઈ અત્યારે તેમના સરેરી ગામમાં શાકભાજી વેંચી રહ્યો છે. તો તેમના બે ભાઈ સૂરતમાં એક કબાડીની દુકાનમાં કામ કરે છે.

અશોકથી આનંદગિરિ બનેલા આ નાના મહારાજનો વિવાદ સાથે જૂનો સંબંધ છે. તેમને સંતોની જેમ નહીં પણ લક્ઝરી લાઇફ પસંદ છે અને તે એવી લાઇફ જીવે પણ છે. તેના પર મહિલાઓ સાથે છેડતીનો આરોપણ લાગ્યો હતો. જેને લીધે તે જેલમાં પણ ગયો હતો. બાઘંબરી મઠની ગાદી માટે તેમનો નરેન્દ્રગિરિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જેને લીધે તેમના પર મંહતની હત્યાનો આરોપ લાગ્યો છે.