તાજ હોટેલના એક કર્મચારીએ જે કામ કર્યું તે જોઈ રતન ટાટા પણ થઈ ગયા ફિદા

ટાટા ગ્રુપના હેડ રતન ટાટા હંમેશા તેમના કાર્ય માટે ઓળખાય છ અને તેમની દેશભક્તિના પણ વખાણ થાય છે. રતન ટાટા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર રસપ્રદ માહિતી પણ શેર કરે છે. હાલમાં જ તેમણે એક દિલને ટચ કરી જાય તેવી વાત શેર કરી છે. જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહી છે.

રતન ટાટા દ્વારા શેર કરવામાં આવેલાં આ ફોટોમાં કૂતરાંને વરસાદથી બચાવવા માટે એક યુવક છત્રી લઈને ઊભો છે. ફોટો જોઈને સ્પષ્ટ લાગે છે કે, કૂતરો પણ વરસાદથી બચી રહ્યો છે. એટલું જ નહીં યુવક રાખેલી છત્રીની નીચે કૂતરો આરામથી બેઠો છે તેવું દેખાઈ રહ્યું છે.

રતન ટાટાએ આ ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આ મોનસૂનમાં રખડતાં કૂતરાને આરામ વેચવો. તાજનો આ કર્મચારી ખૂબ જ દયાળું છે કે, તેને પોતાની છત્રી રખડતાં કૂતરા સાથે શેર કરી હતી. જ્યારે વરસાદ ખૂબ જ વધારે હતો. મુંબઈના ફાસ્ટ લાઇફમાં દિલને ટચ કરી જાય તેવી ક્ષણ. આ રીતના ઇશારા જાનવરો માટે એક લાંબો રસ્તો નક્કી કરે છે.’ મહત્ત્વનું છે કે, રતન ટાટાની આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

રતન ટાટાની આ પોસ્ટને અત્યાર સુધી 11 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. વાઇરલ પોસ્ટ પર લોકો પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે લોકો અલગ-અલગ વાતો પણ કરી રહ્યા છે. જોકે, લોકોને પણ આ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.