આ વ્યક્તિએ લગ્નમાં મચાવી દીધી ધમાલ, જાનૈયા સહિત મહેમાનો એક નજરે જોવા લાગ્યા

મથુરાઃ સામાન્ય રીતે વ્યક્તિ પોતાના લગ્ન બધાને યાદ રહી જાય તે રીતે કરવા માગતો હોય છે. લગ્નને યાદગાર બનાવવાનો શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવે છે. આજના ટેક્નોલોજીના સમયમાં લોકો પોતાના લગ્નને વિવિધ રીતે યાદગાર બનાવતા હોય છે. ક્યારેક કોઈ પાણીની અંદર તો કોઈ હવામાં લગ્ન કરે છે. તો વળી કોઈક પર્વતની ટોચે લગ્ન કરે છે.

ભારતમાં પણ લોકો અવનવી રીતે પોતાના લગ્નને હંમેશાં માટે યાદગાર બનાવતા થઈ ગયા છે. 2017માં આવા જ એક લગ્ન મથુરામાં થયા હતા. આ લગ્નમાં વરરાજા તથા દુલ્હને હોટ એર બલૂનમાં બેસીને 100 ફૂટની ઊંચાઈ પર એકબીજાને વરમાળા પહેરાવી હતી.

100 ફૂટની ઊંચાઈ પર વરમાળા ફેરવાીઃ ઉત્તર પ્રદેશના મહોલી રોડ પર રહેતા મહેશ શર્માના લગ્ન ગાઝિયાબાદની જ્યોતિ સાથે નક્કી થયા હતા. મહેશ હોટ એર બલૂનની કંપનીમાં કામ કરે છે.

કંપનીમાં કામ કરતા સમયે મહેશે પોતાના લગ્નને અનોખા બનાવવાનો વિચાર આવ્યો હતો. લગ્ન માટે તેણે હોટ એર બલૂન ભાડે લીધું હતું.

જ્યારે જાન ગાઝિયાબાદના મેરેજ હોલમાં આવી ત્યાં 100 ફૂટની ઊંચાઈ પર હોટ બલૂન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પછી તેમાં બેસીને મહેશ તથા જ્યોતિએ એકબીજાને વરમાળા પહેરાવી હતી.

આ વિધિને જોવા માટે જાનૈયા ને કન્યા પક્ષના તમામ મહેમાનો ઉમટી પડ્યા હતા.

વરમાળા પહેરાવ્યા બાદ હોટ એર બલૂન નીચે આવી ગયું હતું.

એર બલૂન નીચે આવી ગયા લગ્નની બાકી વિધિ પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન ડ્રોન કેમેરાથી વીડિયો બનાવવામાં આવ્યો હતો.