25 વર્ષીય નેપાળી એક્ટ્રેસ છે એકદમ સેન્સેશનલ, અદાઓ પર થઈ જશો ફિદા

બોલિવૂડમાં આમ તો ઘણાં નેપાળી કલાકારો છે. પણ મોટાભાગના લોકો મનીષા કોઈરાલા વિશે જ જાણે છે. આમ તો, મનીષા ઉપરાંત અત્યારે નેપાળની એક એક્ટ્રસ અને મોડેલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આ એક્ટ્રેસનું નામ છે અદિતિ બુધાથોકી છે. નેપાળી એક્ટ્રેસ અદિતીનું ફિગર અને તેની સુંદરતાના લોકો દીવાના છે. ઉલ્લેખનીય છે કે, મોડેલમાંથી એક્ટ્રેસ બનેલી અદિતી પોતાની નેચરલ બ્યુટી, લુક્સ, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લીધે ખૂબ જ પોપ્યુલર છે.

સોશિયલ મીડિયા પર અદિતિની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અદિતિના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 1.5 મિલિયન (15 લાખ)થી વધુ ફોલોઅર્સ છે.

અદિતિનો જન્મ નેપાળના દમક શહેરમાં 28 જૂન 1996માં થયો હતો. આ પછી મોડેલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે અદિતિ નેપાળથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

અદિતાના કરિયરની શરૂઆત નેપાળી ફિલ્મ ‘Kri’થી થઈ હતી. અદિતિ અત્યારસુધી ઘણી હિન્દી અને પંજાબી મ્યૂઝિક આલ્બમમાં જોવા મળી ચૂકી છે.

અદિતિ હાલમાં જ મિલિંદ ગાબાના વીડિયો આલ્બમ ‘મેં તેરી હો ગઈ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે દર્શન રાવલના આલ્બમ ‘હવા બનકે’માં પણ કામ કરી ચૂકી છે.

અદિતિ સોશિયલ મીડિયા પર ઘણા બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ બિકિની ફોટોથી ભરાયેલું છે. અદિતિ બુધાથોકી અત્યારસુધી ઘણા મેગેઝિનની કવર ગર્લ રહી ચૂકી છે.

અદિતિ બુધાથોકી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. જેના લુક્સ અને ફિગરની તુલના લોકો ઘણીવાર દિશા પટની સાથે કરે છે. ફોટોમાં ઘણીવાર અદિતિ અને દિશાનો લુક ઘણો મળતો હોય એવું લાગે છે.

અદિતિ મોડેલ અને એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક ફેશન બ્લોગર પણ છે. તેમની ડ્રેસિંગ સેન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ઉલ્લેખનીય છે કે, અદિતિ પ્યોર વેજિટેરિયન છે.

અદિતિ છેલ્લાં ઘણાં સમયથી મુંબઈમાં જ રહે છે અને અહીં બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. 25 વર્ષની અદિતિ પોતાના લુક્સની સાથે સારી ફિટનેસ માટે પણ જાણિતી છે.

ઉલ્લેખનીય છે કે, લુક્સ, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસની બાબતે અદિતિ બોલિવૂડમાં સારી સારી હીરોઈનને ટક્કર આપે છે.