ચીનની એક ભૂલ ને આખી દુનિયાનો બોલાઈ જશે ખાત્મો

ચીનને લીધે આખી દુનિયા કોરોના મહામારીમાં સપડાઈ ગઈ છે. ચીન પર કોરોના મહામારી ફેલાવવાનો આરોપ પણ છે. જોકે ચીન આ વાતની ના પાડી રહ્યું છે. ચીન પર હંમેશા સત્ય છુપાવવાનો આરોપ લાગ્યો છે. ચીન ફરી આવું જ કંઈક કરવા જઈ રહ્યું છે. આ વખતે ચીનનો એટેક સ્પેસમાં થઈ શકે છે. ચીન અત્યારે જે કંઈ કરી રહ્યું છે તેમાં જો થોડીક પણ લાપરવાહી થાય તો તેનું ભયંકર નુકસાન આખી દુનિયાને ભોગવવું પડી શકે છે.

ચીન સ્પેસમાં એક ખૂબ જ મોટું સોલર પેનલ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સોલર પેનલ સ્પેસ સ્ટેશન સૂર્યની ઉર્જા દ્વારા ચાર્જ કરી ચલાવશે. ચીન આ સ્પેસ સ્ટેશનના ડી ફેક્ટર કિરણોને મહા સમુદ્રમાં લાવશે. જો આમાં થોડીક પણ લાપરવાહી થાય તો પૃથ્વીને આનું સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. ભીષણ ગરમી અને લાઇટના ટોર્ચરથી પૃથ્વી પર હાહાકાર મચી જશે. સાઇન્ટીસ્ટ નો દાવો છે કે એક ભૂલને લીધે પૃથ્વી પર ભયાનક આગ લાગશે. જેને લીધે પૃથ્વી સળગી ખાખ થઈ જશે.

વર્ષ 2030 સુધી લોન્ચ કરશે
ચીને પોતાના આ નવા પ્રોજેક્ટની જાહેરાત કર્યા પછી સમગ્ર દુનિયા ચિંતામાં છે. ચીનનો પ્લાન છે કે આ સોલર પેનલ દ્વારા વર્ષ 2049 સુધી 1GW એનર્જી જનરેટ કરી લેવામાં આવે. પણ એક્સપર્ટનું કહેવું છે કે, આ કિરણોનું રિફ્લેક્શન ખોટી રીતે પૃથ્વી પર પડશે તો તેનાથી તબાહી મચી જશે. ચીનનો પ્લાન છે કે સૂર્યના કિરણો પાણી પર પાડવા છે. પણ જો થોડીક પણ લાપરવાહી થઈ જાય અને કિરણો જમીન પર પડે તો તબાહી મચી જશે.

80 વર્ષથી ચાલી રહ્યું છે પ્લાનિંગ
ચીનના આ સોલર પેનલવાળા સ્પેસ સ્ટેશનનો આઇડિયા વર્ષ 1940માં ઇસાક અસિમોવાના આઇડિયામાંથી લેવામાં આવ્યો હતો. યુકેના સ્પેસ લીડર્સ પણ આઇડિયાને આપવવાની તૈયારીમાં છે. સોલર પાવર સ્ટેશન સોલર પાવરને વીજળીમાં બદલીને વસ્તુ ચલાવે છે. સ્પેસમાં વસ્તુ ગ્રેવિટી ઓછી હોવાથી તરતી રહે છે. એવામાં સોલર પેનલને સ્થાઈ કરવી ખૂબ જ મુશ્કેલ હશે.

ઉત્સાહિત છે ચીન
ચીન તેમના આ નવા પ્લાન અને લીધે ખૂબ જ ઉત્સાહમાં છે. ચાઇના સાયન્સ ડેલીના હેડ સાઇન્ટીસ્ટ યાંગ શિજહોંગે અંગે જણાવ્યું કે, સરકારે તેમના આ પ્લાનની ખુબ જ પ્રશંસા કરી છે. અંતરિક્ષમાં 35 હજાર કિલોમીટરની ઊંચાઇ પર બનેલા સ્પેસ સ્ટેશનનું સપનું પૂરું કરવા માટે હજારો એન્જિનિયર કાર્યરત છે. ચીને વિશ્વાસ અપાવ્યો છે કે આ પ્લાનમાં કોઈ ગરબડ થશે નહીં. જોકે આવું થયું તો તબાહી નિશ્ચિત છે.