ભરઊંઘમાં બોયફ્રેન્ડ બોલી ગયો એવું કે ખુલી ગઈ વિશ્વાસઘાતની પોલ

ઘણાં લોકોને ઊંઘમાં બોલવાની ટેવ હોય છે, પણ આ આદત ક્યારેક મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. આવું જ એક યુવક સાથે થયું છે. ઉંઘમાં બોલી રહેલાં આ યુવકે ગર્લફ્રેન્ડની સામે પોતાની પોલ ખોલી દીધી હતી. જોકે, ગર્લફ્રેન્ડને વિશ્વાસ નહોતો થતો કે, તે તેને ચીટ કરી રહ્યો છે. જ્યારે તપાસ કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી છે.

અમેરિકીના એરિજોનની રહેવાસી ટિકટોક યૂઝર ડીકરી હંટરે વીડિયો ક્લિપ શેર કરતાં જણાવ્યું કે, ‘ આ રીતે તેણે બોયફ્રેન્ડની ચીટિંગ કરતાં પકડ્યો હતો.’ તેણે જણાવ્યું કે, ‘પહેલીવાર તેને ત્યારે શંકા થઈ જ્યારે તે ઊંઘમાં બબડી રહ્યો હતો, પણ તેની વાતોથી સમજી શકી નહોતી.’

બેલીએ જણાવ્યું કે, ‘જ્યારે તે બોયફ્રેન્ડની નજીક પહોંચી અને ધ્યાનથી સાંભળ્યું, તો ખબર પડી કે ઉંઘમાં મહિલાનું નામ લઈ રહ્યો છે. તે હકીકતમાં ખૂબ જ વિચિત્ર હતું. પણ કોઈ મહિલાનું નામ આ રીતે લેવું તે સમજી શકાતું નહોતુ.’

તેમણે જણાવ્યું કે, ‘રાતે તે ઉઠી અને તેણે ફેસબુક પર મહિલાનું નામ સર્ચ કર્યું. જેમાં તેને જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડ જે મહિલાનું નામ લઈ રહ્યો છે. તે પરિણીત છે અને તેને બાળકો પણ છે. જ્યારે સવારે બોયફ્રેન્ડ ઉંઘમાંથી ઉઠ્યો ત્યારે તેણે મહિલા વિશે પૂછ્યું.’

એક વેબસાઇટ મુજબ, બોયફ્રેન્ડના મોઢે મહિલાનું નામ સાંભળીને તેણે જણાવ્યું કે, ‘તે હાઇસ્કૂલમાં તેની સાથે ભણતી હતી. એટલે તેને જાણે છે. એનાથી વધારે તેની સાથે બીજુ કંઈ નથી. જોકે, બેલીને બોયફ્રેન્ડની વાત પર વિશ્વાસ ના થયો અને તેને હકીકત જાણવા માટે જાસૂસી શરૂ કરી દીધી હતી.’

બેલીએ તે મહિલને ફોન પર મેસેજ કર્યો અને પૂછ્યું કે, તેને બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી. જેના પર મહિલાની પ્રતિક્રિયાએ તેને ફરીથી મુશ્કેલીમાં નાખ દીધી હતી. તે મહિલાએ બેલીને કહ્યું કે, તેને પોતાના કામથી કામ રાખવું જોઈએ.

આ પછી તેણે બોયફ્રેન્ડની કોલ ડિટેઇલ્સ જોઈ હતી. જેમાં એક નંબર પર 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ નંબર બેલી માટે અજાણ્યો હતો. જ્યારે આ નંબર અંગે બેલીએ બોયફ્રેન્ડને પૂછ્યું તો, તેમણે કહ્યું કે ‘આ નંબર પર તેમની વાત કરી નથી. થઈ શકે છે કે, કંપનીમાંથી ખોટી કોલ ડિટેઇલ તેના ફોન બીલ માટે હોય.’

જોકે, બોયફ્રેન્ડે ખૂબ જ ચાલાકી બતાવી હતી, પણ બેલી હંટરે તેની ચાલાકીને પકડી લીધી અને તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે. એટલું જ નહીં બેલીએ તેના બોયફ્રેન્ડ સાથે જોડાયેલી દરેક વસ્તુને ખુદથી અલગ કરી દીધી છે.