માન મેરી જાન… રોમેન્ટિક સોંગ પર મંગેતર સાથે અક્ષર પટેલે કર્યો જોરદાર ડાન્સ

વડોદરાના આંગણે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મેહા પટેલ આજે લગ્ન ગ્રંથીથી જોડાવવા જઈ રહ્યાં છે. આ લગ્નનો આખો પોગ્રામ ચાર દિવસનો છે. હાલ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અક્ષર પટેલ અને મેહાએ મનમુકીને ડાન્સ કર્યો હતો જે મહેમાનો પણ જોતાં રહી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, અક્ષર પટેલે લગ્ન પહેલાં ફિયાન્સી મેહાને લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં આપી હતી.

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અને બાપુના હુલામણા નામથી જાણીતા અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે વડોદરામાં આજે લગ્નગ્રંથિથી જોડાયા છે. વડોદરામાં જેડ ગાર્ડન ખાતે બારાત અને લગ્નનો મુખ્ય કાર્યક્ર 26 જાન્યુઆરીએ એટલે કે આજે યોજાય છે. જોકે આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે. અક્ષરે મેહાને તાજેતરમાજ એક લક્સુરિયસ કાર ગીફટ કરી છે.

આમ તો અક્ષર પટેલ અને તેની મંગેતર મેહા પટેલ બન્ને નડિયાદના છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું અને તમામ વિધિ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારો પણ વડોદરા ખાતે યોજયો છે અને ખાસ મહેમાનોને લગ્નનું ઈન્વિટેશન આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય વધુ ખાસ મહેમાનોને રિસેપ્શનનું ઈન્વિટેશન અપાયું છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે.

સુત્રો પ્રમાણે, અક્ષર-મેહાના લગ્નનો આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે. 26મીએ વેડિંગ બાદ 27મી જાન્યુઆરીએ નડિયાદ ખાતે આવેલ ઉત્તરસંડાના આરાધ્ય પાર્ટીમાં રિસેપ્શન યોજાશે. આ લગ્નમાં ભારત અને વડોદરાના કેટલાક જ ખેલાડીઓ સામેલ થશે. જોકે અક્ષર પટેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અક્ષર પટેલને નાનપણથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. તે ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવવા માગતો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો, જેથી ક્રિકેટમાં ફૂલટાઈમ ફોકસ કરી શકે અને ટ્રેનિંગ પર ધ્યાન આપી શકે. આજે તે પોતાના ઓલરાઉન્ડર દેખાવને લીધે દેશના ચર્ચિત ક્રિકેટર્સમાં સામેલ છે.

અક્ષરે 20 જાન્યુઆરી 2022ના રોજ પોતાની ગર્લફ્રેન્ડને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. તેણે બર્થડે પાર્ટીમાં મેહાને પ્રપોઝ કરવાની બધી તૈયારી કરી રાખી હતી. પછી મિત્રો અને પરિવારની હાજરીમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈ કરી હતી. સોશિયલ મીડિયા પર અક્ષર પોતાની તસવીરો કાયમ શેર કરતો હોય છે.