આ પ્રોબ્લેમથી ક્યાંક બરબાદ ન થઈ જાય મેરિડ લાઈફ, જાણો પુરૂષો માટે દમદાર ટિપ્સ

અમદાવાદઃ પુરૂષોમાં જો ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ લાંબા સમય સુધી બની રહે તો તેની અસર તેની મેરિડ લાઈફ પર પણ પડી શકે છે. કેટલીક વાર આ જ કારણોથી મેરિડ લાઈફ બરબાદ થઈ જાય છે. આ બીમારીમાં પુરૂષોના રિપ્રોડક્ટિવ ઓર્ગન સુધી પૂરતુ સર્ક્યુલેશન થતું નથી. આનાથી સેક્સ ડ્રાઈવ ઓછી થાય છે. આખરે આ પ્રોબ્લેમ શા માટે થાય છે અને આનાથી કઈ રીતે બચી શકાય છે.

શું હોય છે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન?
ટેન્શનમાં રહેવા અથવા ડિપ્રેશનથી આ પ્રોબ્લેમ થઈ શકે છે
મેદસ્વિતાના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં કમી થાય છે. આનાથી ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન થઈ શકે છે
ડાયાબિટીસ અથવા હાર્ટ પ્રોબ્લેમના કારણે આ પ્રોબ્લેમ વધી શકે છે
હાઈ BP થવા પર ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનના ચાન્સ વધી જાય છે

કઈ વસ્તુઓથી દુર થશે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ

  • લસણ: આમાં રહેલા એલિસિનથી ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે
  • અખરોટ: આમાં સેલેનિયમ અને ઝિંક હોય છે. જે પુરૂષોને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ બની રહે છે, એને અખરોટ ખાવાથી ફાયદો થાય છે
  • ઈંડા: આમાં વિટામિન D હોય છે. આનાથી સેક્સ ડ્રાઈવ વધે છે. રોજ એક બાફેલુ ઈંડુ ખાવાથી ફાયદો થશે
  • ગાજર: આમાં આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે. ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનની પ્રોબ્લેમથી બચી શકાય છે.