નવ પરિણીત દુલ્હને અડધી રાત્રે બોલાવ્યો પ્રેમીને અને પછી…!

લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવતાં રહે છે. એવામાં ગત વર્ષે ડિસેમ્બર 2020માં શામલીના સિંભાલકા ગામમાં એક નવીનવેલી વહુ તેના સાસરિયાઓને દૂધમાં નશીલો પદાર્થ ખવડાવીને કિંમતી સામાન અને સોના ચાંદીના ઘરેણાં લૂંટીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સવારે પરિજનોને આ અંગે પરિજનોને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

પીડિતોએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, તેમના દીકરાના એક મહિના પહેલાં લગ્ન થયાં હતાં. લગ્નના થોડાક દિવસ પછી વહુએ તેના પ્રેમી સાથે મળીને નશીલો પદાર્થ પરિજનોને ખવડાવી દરેક લોકોને બેભાન કરી દીધા અને પછી કિંમતી સામાન લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

શામલીના સદર વિસ્તારમાં સિંભાલકા નિવાસી પિંકૂના પુત્ર જયપ્રકાશના લગ્ન બાગપત જિલ્લાના મલકપુર ગામના રહેવાસી મોની પુત્રી કિરણ પાલ સાથે 25 નવેમ્બર 2019માં થયાં હતા. થોડાક દિવસો સુધી મોની સાધારણ રીતે અને રીતિરિવાજ સાથે પિંકૂના ઘરમાં રહી હતી. પણ 27 ડિસેમ્બરે મોડી રાતે ઘરના બધા લોકો સૂવાની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે લૂંટેરી દુલ્હને દરેકને દૂધમાં નશીલો પદાર્થ પીવડાવીને બેભાન કરી દીધા હતાં. આ પછી કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના પ્રેમી સાથે મળીને ઘરમાં રહેલું સોનું-ચાંદી અને 70000 રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી.

સવારે લગભગ 8 વાગ્યે પરિજનોની આંખ ખુલી તો તેમને ઘરનો દરેક સામાન વિંખાયેલો જોવા મળ્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પીડિત યુવકનું કહેવું છે કે, લગ્ન 25 નવેમ્બરે થયાં હતાં. 25 ડિસેમ્બરે તેમની પત્ની એટલે કે લૂંટેરી દુલ્હને દૂધમાં નશીલો પદાર્થ આપીને ઘરમાં રહેલો કિંમતી સામાન અને 70000 હજાર રૂપિયા રોકડા ભેગાં કરીને પોતાના પ્રેમી અંકિત સાથે ફરાર થઈ ગઈ હતી.

અમે લોકોએ જ્યારે આ વાતની જાણકારી તેમના પરિજનોને આપી ત્યારે તેમણે જણાવ્યું કે, અંકિત બાવલી જે બાગપતમાં રહે છે તેની સાથે તે ભાગી ગઈ છે. આ અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, ‘‘ પીડિતે જણાવ્યા મુજબ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવશે.’’