વધુ એક અભિનેત્રીનો પ્રાઈવેટ વીડિયો થયો લીક ને મચી ગયો હોબાળો

ભોજપુરી એક્ટ્રેસ ત્રિશાકર મધુ છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક MMS વીડિયો લીક થયા પછી હોબાળો મચી ગયો છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ પછી એક્ટ્રેસે યૂઝર્સને જડબાતોડ જબાવ આપ્યો હતો અને માફી પણ માંગી હતી. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. હવે એક્ટ્રેસ પ્રિયંકા પંડિતનો પ્રાઇવેટ વીડિયો વાઇરલ થયો છે. જે પછી તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

એક રિપોર્ટ મુજબ, આ વીડિયો ઘણો જૂનો છે. આ વીડિયો અંગે પ્રિયંકાએ રિએક્ટ પણ કર્યું છે. જેના પર એક્ટ્રેસનું કહેવું છે કે, વીડિયોમાં જે છોકરી દેખાઈ રહી છે તે ખુદ નહીં પણ બીજી યુવતી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, કેટલાક લોકો તેને બદનામ કરવા માગે છે.

કેટલાક રિપોર્ટ મુજબ, પ્રિયંકાએ આ વીડિયો વાઇરલ થયાં પછી પોલીસ ફરિયાદ પણ કરી છે. પોલીસ આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા પંડિતે વર્ષ 2013માં ફિલ્મ ‘જીના તેરી ગલી મેં’થી ભોજપુરીમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે અત્યારસુધી ‘તોડ દે દુશ્મન કી નલી રામ ઔર અલી’, ‘ઇચ્છાધારી’ અને ‘આવારા બાલમ’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે તે ખૂબ જ જલદી ‘દિલ મત દેના મેરી સૌતમ’ અને ‘પાંચ મેહરિયા’માં જોવા મળશે.