આ વ્યક્તિના કાન પકડી નેહા કક્કડે મારી દીધો જોરદાર તમાચો, ભાઇ પણ ઉભો હતો સામે જ

મુંબઈ: પોતાના જબરજસ્ત ગીતને કારણે સિંગિંગ ક્વીન નેહા કક્કડ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ નેહા ખુબ જ એક્ટિવ છે. અવાર નવાર તેના વીડિયોઝ વાયરલ થતા રહે છે. આ વખતે પણ નેહાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક વ્યક્તિને જોરદાર તમાચો મારતી દેખાઇ રહી છે. નેહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નેહાનો આ વીડિયો તેના એક ફેન એકાઉન્ટે શેર કર્યો છે. જેમાં નેહા પોતાના ભાઇ ટોની કક્કડની સાથે મળી ‘ગોવા બીચ’ના ગીત પર ટિકટોક બનાવતી દેખાઇ રહી છે. વીડિયોની શરૂઆત નેહા ટિકટોક સ્ટાર રિયાઝ અલીના કાન પકડીને નજર આવે છે. ત્યારબાદ તે રિયાઝને જોરદાર થપ્પટ મારી દે છે અને ગીત પર ઝૂમવા લાગે છે.

ટિકટોકના આ નાના વીડિયોમાં નેહાનો ભાઇ ટોની કક્કડ અને બિગ બોસ ફેમ માહિરા શર્મા પણ નજર આવે છે. વીડિયોમાં બધા ખડખડાટ હંસતા દેખાઇ રહ્યાં છે.

થોડા દિવસ પહેલા નેહા કક્કડ પોતાના સંઘર્ષને યાદ કરી ભાવુક થઇ ગઇ હતી. નેહાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણીએ પોતાના જૂના અને નવા ઘરની બે તસવીરો શેર કરી હતી. નેહાએ જણાવ્યું કે કેવી રીતે તેઓએ 12 વર્ષ સુધી સંઘર્ષ કર્યો.

નેહા કક્કડે લખ્યું કે આ એ બંગલો છે જે હવે અમારો છે અને બીજું ઘર ઋષિકેશ જ્યાં હું જન્મી હતી. એ ઘરમાં અમે એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં મારી માતાએ એક ટેબલ રાખ્યું હતું જે અમારા ઘરનું કિચન હતું. એ ઘર પણ અમારું ન હતું. તેનું અમે ભાડું આપતા હતા. આજે જ્યારે પણ અમે આ શહેરમાં પોતાના બંગલાને જોવ છું તો હંમેશા ભાવુક થઇ જાવ છું.