સૈફ અલી ખાને ફરીથી કેમ ખરીદ્યો હતો પોતાનો જ ‘રાજ મહેલ’, જાણો આ રહ્યું મોટું કારણ

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન એક નવાબ પરિવારમાંથી આવે છે એતો આપ જાણો જ છો. તેમના પિતા જાણીતા ક્રિકેટર મંસૂર અલી ખાન હરિયાળાના પટોડી રિયાસત સાથે સંબંધ ધરાવે છે. પટોડીમાં સૈફનો મહેલ અને ખુબ જ પ્રોપર્ટી છે જેની અવાર-નવાર ચર્ચા રહેતી હોય છે. એક ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે, પોતાના પૈતૃક મહેલને પરત લેવા તેઓને એક હોટલ ચેન ભાડે આપવાનો વારો આવી ગયો હતો.

મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, પિતાના મૃત્યુ બાદ આ મહેલને નિમરાણા હોટેલ્સને ભાડે આપવામાં આવ્યો. આ પહેલા અમન અને ફ્રાંસિસ તેને ચલાવતા હતા. ફ્રાંસિસના નિધન બાદ મને જણાવવામાં આવ્યું કે, હું પોતાનો મહેલ પરત લઈ શકું છું પરંતુ બદલામાં ઘણા બધાં પૈસા આપવા પડશે.

ત્યાર બાદ સૈફે જણાવ્યું હતું કે, મને લાગે છે કે જે ઘર મને વિરાસતમાં મળવું જોઈતું હતું તેને મારે ફિલ્મોમાંથી કમાણી કરેલા પૈસાથી ખરીદવું પડ્યું. તમે તમારા ભૂતકાળથી દૂર ભાગી ન શકો. મારું ભરણપોષણ જ આવું રહ્યું છે પરંતુ મને ખાનદાનમાંથી કંઇજ મળ્યું નથી.

પટોડી પેલેસનું નિર્માણ 81 વર્ષ પહેલા થયું હતું. આ પહેલા 1935માં આઠમાં નવાબ અને ક્રિકેટર ઈફ્તિખાર અલી ખાન પટોડી અલી હુસૈન સિદ્ધિકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમાં દોઢ સોથી પણ વધુ રૂમ છે અને અહીં સોથી વધુ લોકો કામ કરે છે. કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પટોડી પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા છે.

સૈફ અલી ખાન અવાર નવાર પટોડી પેલેસ પોતાના પરિવાર સાથે જાય છે. તેઓએ પોતાની પત્ની કરીના કપૂરનો જન્મ દિવસ ત્યાં મનાવ્યો હતો. ત્યાં રહેતા લોકો સૈફ અલી ખાનને સારી રીતે ઓળખે છે.

1935માં આઠમાં નવાબ અને ક્રિકેટર ઈફ્તિખાર અલી ખાન પટોડી અલી હુસૈન સિદ્ધિકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમાં દોઢ સોથી પણ વધુ રૂમ છે અને અહીં સોથી વધુ લોકો કામ કરે છે.