ગુજરાતના જાણીતા કોમેડિયનનું અકસ્માતમાં થયો મોત, હિતેન કુમારે આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મોના કેસ્ટો મુખર્જી સાથે જેની સરખામણી થતી એવા લોકપ્રિય કોમેડિયન કેસ્ટો ઈકબાલનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. તેઓ પોતાના મિત્ર સાથે શૂટિંગ પતાવી ટૂ વ્હીલરમાં ઘરે પરત ફરી રહ્યાં હતા એ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહનની ઠોકરે તેમનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનામાં કેસ્ટો સિવાય તેમના મિત્રનું પણ મૃત્યુ થઇ ગયું છે. કેસ્ટોએ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ હિન્દી ફિલ્મોના જૂના અભિનેતા કેસ્ટો મુખર્જીની કોપી કરતાં હતા. તેઓ એકદમ તેમના જેવા જ દેખાતા હતા.

61 વર્ષિય ઇકબાલ અહમદ મંસૂરી ઉર્ફ કેસ્ટો ઈકબાલ ડભોઇના સુંદરકુવા ગામમાં રહેતા હતા. રવિવારે પોતાના મિત્ર કાદર ગુલામ મંસૂરી સાથે પારસીપુરા ગામ નજીક એક ફાલ્મ હાઉસમાં શૂટિંગ કરવા ગયા હતા.

મોડી રાતે બંને પોતાના ટૂવ્હીલરથી વડોદરા પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન નેશનલ હાઇવે 48 પર વાઘોડિયા બ્રીજથી કપૂરાઇ બ્રીજ તરફ જતા રસ્તા પર કોઇ અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ અજાણ્યા વાહનનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

કાદરના દિકરા શાહરૂખ ઉર્ફ શેરુએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેસ્ટો ઇકબાલે શું કરીશ, ટેન્શન થઇ ગયું, પટેલની પટલાઇ જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો છે. કેસ્ટોને ગુજરાતી ફિલ્મોમાં નાના રમેશ મહેતા તરીકે પણ જાણીતા હતા.

અકસ્માત સર્જાયો ત્યારે ઈકબાલ કેસ્ટો સાથે તેમના મિત્ર કાદર ગુલામ રસૂલ પણ હતા જેમનું પણ મોત નિપજ્યું હતું.

એક્ટર હિતેન કુમારે પણ પોતાના આ સાથી કલાકાર સાથેની જૂની યાદો તાજી કરીને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.