નેહા કક્કરની સાદી લાગતી આ ટી શર્ટની કિંમત છે મસમોટી, પતિ સાથે મળી જોવા

મુંબઈઃ બોલિવૂડની દિગ્ગજ પ્લેબેક સિંગર નેહા કક્કર હાલમાં એરપોર્ટ પર પતિ રોહનપ્રીત સાથે જોવા મળી હતી. નેહાએ ડાર્ક બ્લૂ રંગની ટી શર્ટ તથા બ્લેક પેન્ટ પહેર્યું હતું. રોહનપ્રીત કલરફૂલ શર્ટ તથા બ્લેક શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. બંનેએ વ્હાઈટ રંગના સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.

બંનેએ બ્લેક રંગના સનગ્લાસ પહેર્યા હતા. નેહાએ Gucciની ટી શર્ટ પહેરી હતી. તમે પણ ઓનલાઈન આ ટી શર્ટ ખરીદી શકો છો. Gucciની વેબસાઈટ પર આ ટી શર્ટની કિંમત 590 ડોલરની છે. એટલે કે ભારતીય ચલણ પ્રમાણે, આ ટી શર્ટની કિંમત અંદાજે 42 હજાર રૂપિયા થાય.

નેહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો નેહા કક્કરનું નવું ગીત રિલીઝ થશે, જેમાં રૂબીના દિલૈક તથા અભિનવ શુક્લા લીડ રોલમાં જોવા મળશે. નેહા આ નવા સોંગ અંગે ઘણી જ ઉત્સાહમાં છે.

નેહાએ હાલમાં જ અપકમિંગ મ્યૂઝિક વીડિયોનું પોસ્ટર સો.મીડિયામાં શૅર કર્યું હતું. ગીતનો વીડિયો શૅર કરીને નેહાએ કહ્યું હતું, ‘અહ્મ અહ્મ લેડીઝ એન્ડ લેડીઝ..હું તમને આશ્વાસન આપું છું કે તમને આ ગીત ઘણું જ પસંદ આવશે.’

‘બિગ બોસ’ વિનર રૂબીના પતિ અભિનવ સાથે આ સોંગમાં જોવા મળશે. બંનેના ચાહકો આ સોંગ અંગે એક્સાઇટેડ છે. નોંધનીય છે કે નેહા તથા રોહનપ્રીતે ગયા વર્ષે ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં.