આ જાણીતી અભિનેત્રીએ કહ્યું હતું, સલમાને રૂમની અંદર અનેકવાર મારા પર રેપ કર્યો હતો

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જેઓ વિવાદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પૂજા મિશ્રા આમાંથી જ એક છે. પૂજા મિશ્રાની વાતો પર હવે ચાહકો તથા સેલેબ્સે વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. જોકે, પૂજાએ થોડાં વર્ષ પહેલાં સલમાન ખાન તથા તેના ભાઈઓ પર બળાત્કારનો આક્ષેપ મૂકીને સનસનાટી મચાવી દીધી હતી.

પૂજા મિશ્રાએ સલમાન તથા તેના બે ભાઈ અરબાઝ તથા સોહેલ ખાન પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. તેણે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે સલમાન તથા તેના બંને ભાઈઓએ ‘સુલ્તાન’ના શૂટિંગ દરમિયાન અનેકવાર બળાત્કાર કર્યો હતો. જોકે, પૂજા સો.મીડિયામાં ઘણી જ ટ્રોલ થઈ હતી.

આટલું જ નહીં પૂજાએ શત્રુધ્ન સિંહા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે શત્રુધ્ન સિંહા તથા તેમના પત્ની પૂનમ સિંહાએ તેની પર કાળા જાદૂ કર્યો હતો. ત્યારબાદ તેને ભૂત પ્રેત ડરાવવા લાગ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે શત્રુધ્ન સિંહાએ તેનો ફોન તથા લેપટોપ હેક કરાવી દીધું હતું. આ આક્ષેપો બાદ પૂજા મિશ્રા પર કોઈએ વિશ્વાસ કર્યો નહોતો. લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ બધું તે માત્રને માત્ર પબ્લિસિટી માટે કરી રહી છે.

પૂજા મિશ્રા પહેલેથી વિવાદમાં આવેલી છે. પૂજા મિશ્રાએ સલૂનમાં જઈને દોઢ લાખ રૂપિયા ના ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે. સ્ટાઈલ એન્ડ સિઝર્સના માલિક રિતુ દેસવાલે એક્ટ્રેસ પૂજા મિશ્રા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

પૂજાએ પોતાની કરિયરની શરૂઆત વીજે તરીકે કરી હતી. ત્યારબાદ તે ‘બિગ બોસ 5’માં જોવા મળી હતી. આ પહેલાં તેણે ‘બિગ સ્વિચ’માં કામ કર્યું હતું. તેણે ‘દિલ કા રિશ્તા’માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તે અનેક મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી છે. તેણે કેટલીક ફિલ્મમાં આઈટમ નંબર્સ પણ કર્યા છે.