લગ્નનના બંધનમાં બંધાઈ 70ના દશની અભિનેત્રીની પુત્રી, જુઓ રોયલ વેડિંગની તસવીરો

R.A.Patel, Ahmedabad: ડાયરેક્ટર જેપી દત્તા અને 70ના દશકની અભિનેત્રી બિંદિયા ગોસ્વામીની પુત્રી નિધિ દત્તા સોમવારે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન-ડે પર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. નિધિએ જયપુરના રામબાગ પેલેસમાં મંગેતર અને નિર્દેશક બિનોય ગાંધી સાથે સાત ફેરા ફર્યા હતાં. કપલના લગ્નના ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેપી દત્તા માટે જયપુર શહેર બહુ જ સ્પેશિયલ છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આ જ કારણે તેમની પુત્રીના લગ્ન જયપુરમાં કરવામાં આવ્યા હતાં. છેલ્લા ત્રણ દિવસથી બિનોય અને નિધિના લગ્નની રીતરિવાજ હોટલમાં ચાલી હતી. કપલના લગ્નમાં લગભગ 200 લોકો સામેલ થયા હતાં જેમાં બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતાં.

નિધિન અને બિનોયના લગ્નમાં રવિના ટંડન, આયુષ્માન ખુરાના, અર્જુન રામપાલ, અમૃતા સિંહ અને સોનુ નિગમ સહિતના અનેક સેલેબ્સ હાજરી આપવા જયપુર પહોંચ્યા હતાં. તમામ સેલેબ્સે લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી.

દુલ્હન બનેલ નિધિ ગોલ્ડન કલરના લહેંગા અને જ્વેલરીમાં ખૂબ જ ખુબસુરત લાગતી હતી. વ્હાઈટ કલરની શેરવાનીમાં બિનોય પણ સજ્જ થયો હતો. બિનોયે પોતાની વાઈફ નિધિના કપડાં સાથે મેચિંગ કરવા માટે ગોલ્ડન કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો.

જેપી દત્તા અને બિંદિયા ગોસ્વામીએ પોતાની પુત્રી નિધિના લગ્ન બહુ જ ગ્રાન્ડ રીતે કર્યાં હતાં. આ રોયલ વેડિંગની તસવીરો એકવાર જોવા જેવી છે. દુલ્હન બનેલ નિધિ માટે રેડ કાર્પેટ પણ પાથરવામાં આવ્યું હતું.

લગ્ન પહેલા તેની મેંહદી અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંહદી સેરેમની દરમિયાન નિધિ બહુ જ ખુશ જોવા મળી હતી. આ અવસર પર પીળા રંગનો લહેંગો કેરી કર્યો હતો. તેની સાથે તેણે ગુલાબી રંગના દુપટ્ટો રાખ્યો હતો. માંગમાં ટીકો, મોટા ઝુમખા અને ખુલ્લા વાળમાં નિધિ બહુ જ ખુબસુરત જોવા મળી હતી જ્યારે નિધિની માતા બિંદિયા ગોસ્વામી પણ દુલ્હન બનેલ પુત્રીને માત આપતી જોવા મળી હતી.

બિંદિયાએ પુત્રીની મેંહદી સેરેમનીમાં ઓશન બ્લૂ કલરના કપડાં પહેર્યા હતાં. વાળોમાં ગજરો અને ગોગલ્સ પણ પહેર્યા હતા જેમાં ખૂબસુરત જોવા મળતા હતાં. જ્યારે સંગીત સેરેમનીમાં પણ તેમણે જોરદાર ડાન્સ કર્યો હતો.

બિંદિયાની પુત્રી નિધિ અને બિનોયે 29 ઓગસ્ટ, 2020ના રોજ સગાઈ કરી હતી. પહેલા બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતાં પરંતુ કોરોનાના કારણે લગ્નમાં મહેમાનો હાજરી આપી શકશે નહીં જેના કારણે લગ્નની તારીખમાં ફેરફાર કર્યો હતો.

નિધિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં જે મેંહદી અને સંગીત સેરેમનીના હતાં. નિધિએ એક બુમરૈંગ વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના હાથોમાં મેંહદી લગાવતી જોવા મળી રહી હતી.

નિધિ અને બિનોયની પહેલી મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં નિધિને અભિનેત્રી કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. પરંત નિધિ અને બિનોય ત્યાર બાદ સારા મિત્રો થઈ ગયા હતાં અને તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી.

એક વીડિયોમાં પ્રખ્યાત સિંગર દલેર મેંહદીની પુત્ર ગુરદીપ મેંહદી પંજાબી સોંગ ગાતો જોવા મળ્યો હતો અને બાજી નિધિની માતા બિંદિયા ડાન્સ કરતી જોવા મળી રહી હતી.