આ ગરીબ દેશમાં મળ્યો સોનાનો પહાડ, સોનું લૂંટવા લોકોના ટોળે ટોળાં દોડી આવ્યા

આજના જમાનામાં લોકો પૈસાને ગોલ્ડ અથપા પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરતાં જોવા મળી રહ્યાં છે. આ બે વસ્તુઓ સમયની સથે લોકોને ફાયદો કરી આપે છે. આમાંથી લોકો ગોલ્ડમાં વધારે રોકાણ કરે છે. સમયની સાથે ગોલ્ડની કિંમત ઉંચી ટોચ પર પહોંચ્યાં. લોકો ઘણાં સમય સુધી પૈસા સેવિંગના પર્પઝથી ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરે છે. આ બધાંની વચ્ચે તમને ખબર પડે કે, ક્યાં સોનાનો પહાડ મળ્યો છે. આ સમાચાર સાંભળતાં જ લોકો તે પહાડને ખોદીને સોનું લૂંટવા લાગ્યા હતાં તો આવું જ કંઈક આફ્રિદાના કાંગો દેશમાં જોવા મળ્યું હતું. આ ગરીબ દેશમાં અચાનક સોનાનો પહાડ મળ્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ પહાડને ખોદવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

રિપબ્લિક ઓફ કાંગોમાં અચાનક ત્યારે સનસી ફેલાઈ ગઈ જ્યારે ત્યાં સોનાના પહાડના ખબર પડી. આ પહાડ સોનાનો બનેલો છે. આ માહિતી મળતાં જ આસપાસના ગામના લોકોને પડતાં જ લોકો કોદાળી, હથોડી લઈને પહાડ પાસે પહોંચી ગયા હતાં અને ખોદવાનું શરૂ કરી દીધું હતું.

આ પહાડને ફેબ્રુઆરીમાં શોધવામાં આવ્યો હતો. કાંગોની રાજધાની બુકવુથી 50 કિલોમીટર દૂર એક નાનકડાં ગામમાં આ પહાડ મળ્યો હતો. જેની માટીમાં સોનાનો વરખ જોવા મળ્યો હતો. સાનાના પહાડની માહિતી સામે આવતાં જ લોકો પહાડ તરફ દોડી આવ્યા હતાં. કોઈના હાથમાં કોદાળી તો કોઈના હાથમાં હથોડાથી પહાડ તોડવા લાગ્યા હતાં. આ પહાડ પરથી વધારેમાં વધારે લોકો સોનુ લેવા માંગતા હતાં.

સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં લોકો પહાડમાંથી માટી લૂંટતા જોવા મળ્યા હતાં. જે લોકોને કોદાળી ન મળી તે લોકો પોતાના હાથથી પહાડની માટીને ખોદતા જોવા મળ્યા હતાં.

લોકો પહાડ પરથી માટી લઈને પોતાના ઘર તરફ દોડતાં જોવા મળ્યા હતાં. ઘરે જઈને માટીને પાણીમાં નાખી એવું તરત જ સોનાના કણ નિકળ્યા હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વિવર પર વાયરલ થયો છે.

લોકો વધારેમાં વધારે માટી ભેગી કરીને ભાગી રહ્યા હતાં. પરંતુ હાલ જાણકારી એવી મળી છે કે, હવે સરકારે આ પહાડની આસપાસ સિક્યુરિટી કડક કરી દીધી છે. ત્યારે આ પહાડને ખોદવા પર રોક લગાવી દેવામાં આવી છે.

હજુ સુધી સરકારના એક પણ અધિકારીએ આ અંગે પૃષ્ટિ કરી નથી કે પહાડની માટીમાંથી નિકળી રહેલા ચમકતું તત્વ સોનું જ છે. પરંતુ સોનાના પહાડની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, આફ્રિદાના ગરીબ દેશોમાં કાંગોમાં આવા ઘણાં પહાડ છે જેમાં ઘણી કિંમતી ખનીજ મળે છે. અહીં લોકો પહાડોમાંથી ખનીજ લૂંટીને તેને સ્મગલિંગ કરે છે.