આકાશમાંથી પડતાં પથ્થરો ભેગા કરીને કરે છે કરોડોની કમાણી

લોસ એન્જલસઃ આકશમાંથી ધરતી પર પડતાં ઉલ્કાપિંડને ભએગા કરીને આ વ્યક્તિ કરોડોની કમાણી કરે છે. 48 વર્ષીય આ વ્યક્તિનું નામ માઈક ફાર્મર છે. અમેરિકાના એરિઝોનામાં રહેતો માઈક વિશ્વભરમાં ઉલ્કાપિંડ ડીલર તરીકે લોકપ્રિય છે.

ધ સનના રિપોર્ટ પ્રમાણે, માઈક ફાર્મર ઉલ્કાપિંડને એસ્ટ્રોનોમર્સ પાસેથી લઈને અમીરોને વેચે છે. જોકે, ઉલ્કાપિંડ ભેગા કરવા સરળ નથી. અનેકવાર ઉલ્કાપિંડની શોધમાં માઈક જીવ જોખમમાં મૂકે છે.

ઉલ્કાપિંડની શોધમાં જોખમોનો સામનો કરવા પર માઈકે કહ્યું હતું કે તેને એડવેન્ચર પસંદ છે. તેને આ કામમાં મજા આવે છે. માઈક ઉલ્કાપિંડની શોધમાં જંગલ કે સૂમસામ રસ્તા પર પણ જાય છે. તે ઘણી જ દોડધામ કરે છે.

માઈક ફાર્મર ઉલ્કાપિંડનું ખરીદ-વેચાણ કરે છે. પછી યોગ્ય કિંમત પર વેચી નાખે છે. તેણે કહ્યું હતું કે સ્ટૂડન્ટ લોનના પૈસામાંથી તેણે 1995માં સૌ પહેલીવાર પથ્થરના કેટલાંક ટુકડા ખરીદ્યા હતા.

એકવાર માઈકે ફાર્મર મોરક્કોનો પ્રવાસ કર્યો હતો. અહીંયાથી તેણે મોટો મૂન રૉક ખરીદ્યો હતો. તેને પણ આ પથ્થરની કિંમત ખબર નહોતી. તેણે પછી આ મૂન રૉક સાત કરોડ 32 લાખ રૂપિયામાં વેચ્યો હતો. આ પૈસાથી તેણે પોતાનું દેવું ચૂકવ્યું અને એક ઘર ખરીદ્યું હતું. ત્યારબાદ તેણે આ વ્યવસાયમાં ક્યારેય પાછળ ફરીને જોયું નથી.