કરીના પ્રેગ્નન્સીમાં નથી કરતી આરામ, ઘરની બહાર હેરાન-પરેશાન મળી જોવા

મુંબઈઃ કરીના કપૂરને નવ મહિના પૂરા થઈ ગયા છે અને તેની પર પણ બે દિવસ ચઢી ગયા છે. જોકે, આ અવસ્થામાં પણ કરીનાએ કામ કરવાનું બંધ કર્યું નથી. ઊલટું કરીનાએ ધડાધડ બ્રાન્ડ કમિટમેન્ટ્સ પૂરા કરવાનું શરૂ કર્યું છે. હાલમાં જ કરીના મહિલા હેલ્થ રિલેટેડ એક પ્રોડક્ટનું શૂટિંગ શરૂ કર્યું હતું. કરીના પોતાના ફેવરિટ આઉટફિટ એટલે કે યલો કફ્તાનમાં જોવા મળી હતી.

કરીના કપૂર ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે બાળકને જન્મ આપશે. નવ મહિના પૂરા થઈ જતાં કરીનાના પગમાં ઘણાં જ સોજા આવી ગયા છે અને તેના માટે ચાલવું-ફરવું મુશ્કેલ બની ગયું છે. આ બધુંય થતું હોવા છતાંય કરીના આરામ કરવાને બદલે કામ કરી રહી છે. કરીના બાંદ્રા સ્થિત ઘરની બહાર જોવા મળી હતી. અહીંયા તે હેરાન-પરેશાન થઈને કોઈકની રાહ જોતી હોય તેમ લાગતું હતું. આ તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ છે.

કરીનાએ પ્રેગ્નન્સી પીરિયડમાં પ્રોફેશન પર પૂરું ધ્યાન આપ્યું છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે આજકાલ તે શૂટિંગમાં ઘણી જ વ્યસ્ત છે. કરીના પ્રેગ્નન્ટ હોવાથી સેટ પર ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે. કરીનાની આસપાસ જેટલાં લોકો પણ છે, તેમના કોવિડ 19ના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમના આવવા દેવામાં આવે છે.

કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીમાં સતત કામ કરવાથી તમારી ચિંતાઓ ઓછી થાય છે અને તે હેલ્થી લાઈફસ્ટાઈલ જીવવામાં માને છે. તે કોઈ પણ રીતે પોતના જીવનમાં ફેરફાર કરવા માતી નથી. તે યોગ પણ કરે છે. યોગથી સ્ટ્રેસ ઓછો થાય છે તથા ઈમ્યુનિટીમાં વધારો થાય છે. આ સાથે જ બૉડી લેબરપેન માટે તૈયાર થાય છે.

સો.મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે કરીનાને દીકરો આવશે કે દીકરી. એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી છે કે તેને દીકરી જ આવશે. આ વખતે કરીનાએ પોતાના સંતાનનું નામ વિચારીને રાખ્યું નથી. જ્યારે સંતાનનો જન્મ થશે, ત્યારે જ તેનું નામ પાડવામાં આવશે.