જે વોર્ડમાં જતાં પણ લોકો ગભરાય છે ત્યાં હસતાં મોંઢે કરે છે ડ્યૂટી, અધિકારીની દેશ સેવાને સલામ

પાણીપત: વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સામે લડી રહી કોરોના વૉરિયર્સમાં દીકરીઓ પણ સામેલ છે. સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓથી લઈને પ્રશાસનિક અધિકારી સુધી. આજે વાત હરિયાણાના પાણીપતની બ્લૉક ડેવલપમેન્ટ પંચાયત ઑફિસર(બીડીપીઓ) રિતુ લાઠરની. જે 15 દિવસથી સતત ડ્યૂટી કરી રહ્યા છે. ઘરૌંડાના રહેવાસી રિતુને પેરેન્ટ્સ રોજ ટોકે છે, શું જરૂર છે રોજ ફરજ પર જવાની. રિતુનો એક જ જવાબ હોય છે-નોકરી તો હું રૂટીનમાં કરું છું. આજે સેવાનો મોકો મળ્યો છે. પોતાની દીકરીને જનતાની સેવામાં ઉતારી છે, જાવું તો પડશે. મોકો મળી રહ્યો છે કાંઈક કરવાનો. જે બાદ નિંદર કરવાનો અને શાંતિ પણ મળે છે. એટલે રોકાઈ નહીં શકું.

આજે સમાજને અમારા સહારાની જરૂર છે
રિતુ કહે છે કે, “અકસ્માતના કારણે બેશક મારે ઘોડીનો સહારો લેવો પડ્યો, પરંતુ આજે સમાજને અમારા સહારાની જરૂર છે. રોજ પેઈનકિલર લઉં છું, પરંતુ ડ્યૂટી નથી છોડતી. ઘર હોય કે ઑફિસ, સવારથી લઈને રાત સુધી લૉકડાઉનથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું છું. સરપંચના માધ્યમથી પંચાયતમાં લૉકડાઉનને લાગૂ કરાવવાનો પ્રયાસ રહે છે. ગામના લોકોની ફરિયાદ બાદ શરાબ વેચતા તત્વો સામે ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે.”

કોણ છે રિતુ લાઠર?
મૂળ ઘરૌંડાના ડીંગર માજરામાં રહેતા બીડીપીઓ રિતુ લાઠરના લગ્ન નથી થયા. તે ઘરૌંડામાં પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જ રહે છે. દિલ્લીથી માસ્ટર ડિગ્રી કરી છે અને લૉ ગ્રેજ્યુએટ છે.

લોકોની મદદથી બનાવી સમિતિ
લૉકડાઉનનું પાલન થયા અને લોકોની મદદ મળે, એટલે દરેક બૂથના લેવલ પર ગામમાં યૂનિટ સમિતિ બનાવવામાં આવી છે. જેના મોનિટરિંગ માટે સેક્ટર યૂનિટ અને પછી ઝોનલ સમિતિ બનાવવામાં આવી. કારણ કે તેમની પાસે સનૌલી ખુર્દની વધારાની જવાબદારી છે. એટલે પાણીપતમાં જ્યાં 102 યુનિટ સમિતિ, 9 સેક્ટર સમિતિ અને એક ઝોનલ સમિતિ બનાવી છે. આ રીતે જ સનૌલી ખુર્દમાં 51 યુનિટ સમિતિ, 3 સેક્ટર સમિતિ અને એક ઝોનલ સમિતિ બનાવવામાં આવી છે. જેનાથી કામ સરળ થઈ ગયું છે.