કોરોનાના સંકટ સમયે આ IAS દંપતી બન્યા ગરીબોના તારણહાર, વાંચીને તમને પણ થશે ગર્વ

ગોરખપુરઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં પોલીસ પ્રશાસન ખૂબ જ કડક છે. લોકડાઉન સુનિશ્ચિત કરવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોની આજીવિકા બંધ થઈ ગઈ છે. આ માટે ગોરખપુરમાં આઈએએસ દંપતી દૂત બનીને આવ્યુ છે. તેમનું નામ જોઈન્ટ મેજિસ્ટ્રેટ અને એસડીએમ સદર ગૌરવસિંહ સોગરવાલ અને જોઇન્ટ મેજિસ્ટ્રેટ અને એસડીએમ સહજનવાં અનુજ મલિક છે.

એસ.ડી.એમ. સદર ગૌરવસિંહ સોગરવાલે લોકડાઉનની વચ્ચે લોકોનાં ઘરો સુધી રાશન, શાકભાજી, દૂધ વગેરે જરૂરી સેવાઓ સમયસર પહોંચી શકે તે માટે જાતે પહેલ કરીને નવ ઓનલાઈન ડિલીવરી પોર્ટલની શરૂઆત કરાવી છે. લોકો પર ભાર ના પડે તે માટે ડિલિવરી ચાર્જ પણ નાબૂદ કરવામાં આવ્યો હતો. તેઓ રોજ આ ડિલિવરી પોર્ટલ ક્રોસ ચેક પણ કરે છે, જેથી ઓનલાઇન ડિલિવરી પોર્ટલ અને કરિયાણાના દુકાનદારો પ્રશાસન દ્વારા સૂચવેલા ભાવ કરતા વધારે દરે માલ વેચતા તો નથી ને.

વધુ કિંમત લેવા પર ગોરખપુરના તારા મંડળ સ્થિત લક્ષ્મી સુપર બજાર માર્ટ સીઝ કરવાની સાથે જ અમુક કરિયાણાની દુકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવી, જેથી અન્ય લોકોને મેસેજ મળે કે જો તેઓ કાળા બજારી અને મનમાની કિંમત વસૂલશે તો તેમની સાથે પણ આવું થઈ શકે છે. નેપાળ ક્લબમાં કમ્યુનિટી કિચન સિવાય પોતાના પ્રયાસો દ્વારા તાલુકા પરિસરમાં કમ્યુનિટી રસોડાનું સંચાલન શરૂ કર્યુ, જ્યાંથી દરરોજ બંને ટાઈમ 1500 લોકોને અન્ન પહોંચાડવામાં આવી રહ્યું છે.

એસડીએમ સહજનવાં અનુજ મલિક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તાલુકા વિસ્તારના દરેક ગરીબ લોકોને ફૂડ પેકેટ અને ખાદ્ય ચીજો મોકલવામાં વ્યસ્ત છે. તેમના તાલુકા વિસ્તારમાં બહારથી આવેલા તમામ લોકોને સમયસર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. સવારે અને સાંજે હાઈવે પર, પેટ્રોલિંગની સાથે, રેલ્વે સ્ટેશન, મોટા ચાર રસ્તાઓનું નિરીક્ષણ કરે છે, તેની ખાતરી કરવા માટે કે ગરીબ ભૂખ્યા તો નથી.

કરિયાણાની દુકાનોની સાથે, રાશન વિતરણનાં કેન્દ્રો પર પણ સતત નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી રાશન વિતરણમાં ગરબડી રોકી શકાય. કેટલાંક પર કાર્યવાહી પણ કરી ચૂકી છે. ગીડા ઉદ્યોગસાહસિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. ફેક્ટરીઓ કે જે આવશ્યક માલનું ઉત્પાદન કરે છે, તે સરળતાથી ચાલી શકે તે સુનિશ્ચિત પણ કરી રહી છે તાજેતરમાં જ, સરકારની પહેલ પર, જ્યારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગરીબોએ ગોરખપુર પાછા ફરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે રસ્તામાં ખોરાક, દવા વગેરેની વ્યવસ્થા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.