તો શું મહિના બાદ ભારતની સ્થિતિ પણ ઈટલી જેવી થશે? આંકડાઓ એ જ તરફ કરે છે ઈશારાઓ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6761 (10 એપ્રિલની સાંજ પ્રમાણે) લોકો બીમાર થઈ ગયા છે. જોકે, 206નાં મોત નીપજ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે ઇટાલીની જેમ ભારતમાં પણ કોરોના વાયરસના કેસો અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. ફરક માત્ર સમયનો છે. છેલ્લા મહિનામાં અથવા માર્ચમાં ઇટાલીમાં કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થયો હતો, તેમ ભારતમાં આ કેસ વધી રહ્યા છે. ઈટલીથી આપણે માત્ર એક મહિનો પાછળ છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડાઓની તપાસ કરનારી વેબસાઇટ વર્લ્ડમીટર અનુસાર, ભારતમાં 1 એપ્રિલના રોજ કુલ 1998 કેસ નોંધાયા હતા. મૃત્યુ 58 હતા. હવે, એક મહિના પહેલાં એટલે કે ઈટલીમાં પહેલી માર્ચે 1577 કેસ હતા. મોત 41નાં થયા હતા.

7 એપ્રિલ સુધીમાં, ભારતમાં કોરોનાનાં કુલ 5916 કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુ 160 થયા હતા. એ જ રીતે, 7 માર્ચે ઇટાલીમાં કોરોનાના કુલ 5883 કેસ નોંધાયા હતા. આ તારીખ સુધીમાં, ઇટાલીમાં કુલ 233 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇટાલી અને ભારતમાં દરરોજ જે કેસો સામે આવે છે તેમાં બહુ ફરક નથી. 1 માર્ચ, ઇટાલીમાં 573 કેસ નોંધાયા હતા. ભારતમાં 1 એપ્રિલે 601 કેસ નોંધાયા હતા.

ભારતમાં 1 એપ્રિલે કોરોના વાયરસને કારણે 58 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ઇટાલીમાં 1 માર્ચે 41 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બંને દેશોના આંકડામાં વધુ સમાનતા છે. સંખ્યા થોડી જુદી છે. પરંતુ રોગની તીવ્રતા લગભગ સમાન છે.

અમે તમને રિકવરીની સ્થિતિ પણ જણાવીશું. 1 માર્ચે, ઈટાલીમાં કોરોના વાયરસથી 33 લોકો સાજા થયા હતા. જ્યારે, 1 એપ્રિલે ભારતમાં 25 લોકો સાજા થયા છે. ઇટાલીમાં, 7 માર્ચે રિકવરીની સંખ્યા 66 હતી અને ભારતમાં 7 એપ્રિલે 93 લોકો બીમારીમાંથી સાજા થયા હતા.

સવાલ ઉભો થાય છે કે ભારતમાં આ કેસ કેમ ઓછા છે. નિષ્ણાંતો આની પાછળ ત્રણ કારણો આપે છે. પ્રથમ, અહીં કોરોના તપાસ ઓછી થઈ રહી છે. બીજું, ટૂંક સમયમાં લોકડાઉન લાગુ કર્યુ. ત્રીજું, એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીજીની રસી ભારતીય લોકોને આપવામાં આવી હતી.

દેશની વસ્તી આશરે 130 કરોડ છે. પરંતુ જે રીતે તપાસ થઈ રહી છે. તે પર્યાપ્ત નથી. 6 એપ્રિલ સુધીમાં ભારતમાં 85 હજાર જ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એટલે કે, ભારતમાં એક લાખની વસ્તી પર 6.5 પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. તપાસના અભાવને કારણે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યાનો યોગ્ય અંદાજ કરી શકાતો નથી.

ડબ્લ્યુએચઓ કહે છે કે ભારતે યોગ્ય સમયે લોકડાઉન લગાવી દીધું. તેથી, ભારત હજી પણ કોરોના વાયરસના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે છે. ભારતમાં કોરોના વાયરસની ગતિ ચીન, અમેરિકા અથવા યુરોપિયન દેશોની તુલનામાં ઓછી છે.

ભારતમાં, એક મહિનાથી કોરોનાવાયરસ બીજા તબક્કે છે. તે હજી ત્રીજા તબક્કે પહોંચ્યો નથી. જેને કમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો કહેવામાં આવે છે. જ્યારે અમેરિકામાં કોરોનાવાયરસના કેસો 10 દિવસમાં 1000 થી 20 હજાર સુધી પહોંચી ગયા છે.

બીસીજી રસી ભારતીય લોકોને બચાવી રહી છે. એવું માનવામાં આવે છે કે ભારત સહિત વિશ્વના જે દેશોમાં લાંબા સમયથી રસી અપાય છે. કોરોના વાયરસનું જોખમ ઓછું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) પણ આ બાબતને માને છે.

બીસીજીની રસી 72 વર્ષથી ભારતમાં લોકોને આપવામાં આવે છે. અમેરિકા અને ઇટાલી જેવા દેશોમાં બીસીજીની રસી આપવાની નીતિ નથી. તેથી, કોરોનાના વધુ કેસો ત્યાં આવી રહ્યા છે. મોત પણ વધી રહ્યા છે. બીસીજીનું પૂરું નામ બેસિલસ કામેટ ગુએરીન છે. તે ક્ષય રોગ અને શ્વાસ સંબંધી રોગોને રોકવા માટેની એક રસી છે. બીસીજી ની રસ બાળકના જન્મથી છ મહિનાની અંદર આપવામાં આવે છે.

મેડિકલ સાયન્સ અનુસાર, બીસીજી રસી બેક્ટેરિયા સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ આપે છે. આ શરીરને ઈમ્યુનિટી આપે છે, જેમાંથી તે બેક્ટેરિયાના હુમલા સામે ટકી શકે છે. જોકે, કોરોના એક વાયરસ છે, બેક્ટેરિયાની નહીં.