રેલ્વે ટ્રેક પર મળી આવ્યો હતો ગુજરાતી કલાકારનો મૃતદેહ, અનેક ફિલ્મોમાં પણ કરી ચૂક્યા હતા કામ

મુંબઈ: લૉકડાઉનમાં દરમિયાન ફરી એક વખત દૂરદર્શનમાં રામાનંદ સાગરની ”રામાયણ” સિરિયલનું રી-ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. 1987માં દૂરદર્શન પર શરૂ થયેલી ”રામાયણ” આજે 33 વર્ષ પછી પણ TRPમાં નંબર વન પર છે. ”રામાયણ” સિરિયલમાં દરેક કલાકારોએ પોતાના પાત્રને જીવંત કરી દીધો હતો. આ સીરિયલમાંથી દરેકને વિભીષણનું પાત્ર પણ ગમ્યું હતું, જેને મુકેશ રાવલે નિભાવ્યું હતું.

રામાયણમાં વિભીષણનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, રાવણ અને હનુમાનની જેમ મુકેશ રાવલે પણ વિભીષણના પાત્રને એવું નિભાવ્યું કે તેમને લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી લીધી. રામાયણ સિરિયલમાં કામ કરવા પહેલાં મુકેશ રંગમંચ(થિએટર)ના કલાકાર હતા.

વર્ષ 1951માં મુંબઈમાં જન્મેલા મુકેશે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ કામ કર્યું હતું. જીદ, મજદાર, લહુ કે દો રંગ, સત્તા, ઓજાર અને કસક જેવી હિન્દી ફિલ્મોમાં તેમના ભરપૂર વખાણ થયા હતા. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

ટીવી શૉ સાથે મુકેશ રાવલનો ખાસ લગાવ હતો. તેમણે હસરતે, બિંદ બનુગા ઘોડી ચડુંગા જેવી સીરિયલ્સમાં કામ કર્યું હતું. છેલ્લી વાર તેમણે ગુજરાતી સીરીયલ નસ નસમાં ખૂન્નસમાં નજરે પડ્યા હતા. આ સિરિયલનું પ્રસારણ વર્ષ 2016માં થયું હતું

15 નવેમ્બર 2016એ અચાનક સમાચાર આવ્યા કે, ટ્રેન દુર્ઘટનામાં મુકેશ રાવલનું મોત થઈ ગયું. મુંબઈ સ્થિત કાંદિવલી રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર પોલીસને તેમનો મૃતદેહ મળ્યો હતો. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મુકેશ રાવલે કદાચ આત્મહત્યા કરી લીધી છે જોકે તેમના ઘરવાળાઓએ આ વાત નકારી હતી.