આ અભિનેત્રીએ માત્ર 9 વર્ષની ઉંમરમાં જ શરૂ કર્યું હતું એક્ટિંગ કરિયર, નામ જાણીને નહીં થાય વિશ્વાસ

મુંબઈ: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે 55 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ એક નવેમ્બર, 1965ના દિવસે મુંબઈમાં થયો હતો. લગભગ 7 વર્ષ બાદ પદ્મિની 2019માં રિલીઝ થયેલી સંજય દત્ત અને અર્જુન કપૂરની ફિલ્મ પાનીપતમાં નજર આવ્યા હતા, જો કે આ ફિલ્મને દર્શકોનો એટલો પ્રેમ ન મળ્યો, જેટલો આ ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરને આશા હતી. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પદ્મિનીએ માત્ર 9 વર્ષની ઉંમરમાં જ પોતાનું એક્ટિંગ કરિયર શરૂ કર્યું છે. તેમણે 70ના દાયકામાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું.

સંબંધોમાં શ્રદ્ધા કપૂરની માસી અને શક્તિ કપૂરની સાળી પદ્મિની કોલ્હાપુરે ખૂબ જ ક્યુટ દેખાતી હતી. જન્મદિવસના મોકા પર સોશિયલ મીડિયા પર તેમના અનેક ફોટોસ વાયરલ થઈ રહ્યા છે.

પદ્મિનીએ ઈશ્ક ઈશ્ક ઈશ્ક, જિંદગી, ડ્રીમ ગર્લ, સાજન બિન સુહાગન, સત્યમ શિવમ સુંદરમ, હમારા સંસાર, થોડી સી બેવફાઈ જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ખૂબ જ પ્રેમ મળ્યો.

પદ્મિનીએ અભિનેત્રી તરીકે જમાને કો દિખાના હૈથી શરૂઆત કરી હતી. તેમણે 1982માં આવેલી ફિલ્મ પ્રેમરોગે સ્ટાર બનાવી દીધી હતી.

પદ્મિનીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. થયું એવું હતું કે, એક ફિલ્મમાં કામ કરતા કરતા તેમને પ્રોડ્યૂસર પ્રદીપ શર્મા સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ ઘરના લોકો ન માન્યા. અને આખરે તેણે ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો.

પદ્મિની અને પ્રદીપની પ્રેમ કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કમ નથી. બંનેની મુલાકાત ઐસા પ્યાર કહાના સેટ પર શરૂ થઈ હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી તેમના કો-સ્ટાર હતો. ડાયરેક્ટર વિજય સદનાહની આ ફિલ્મના પ્રોડ્યૂસર પ્રદીપ શર્મા હતા. પદ્મિનીના પરિવારના લોકો પ્રદીપની સાથે તેમના સંબંધોને લઈને ખુશ નહોતા. તેનું કારણ એ હતું કે બંને અલગ-અલગ કમ્યુનિટીના હતા.

બંનેએ પદ્મિનીના પરિવારનો મનાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. આખરે એક દિવસ બંનેએ ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો. 14 ઑગસ્ટ, 1986ના દિવસે તેમણે લગ્ન કરી લીધા. તેમનો એક દીકરો પણ છે જેનું નામ પ્રિયાંક છે.

પદ્મિનીની નાની બહેનનું નામ તેજસ્વિની કોલ્હાપુરે છે. જે કેટલીક ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે. તેમની મોટી બહેન શિવાંગીના લગ્ન શક્તિ કપૂર સાથે થયા છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પદ્મિનીની ભાણેજ છે.

1980માં આવેલી ફિલ્મ ઈન્સાફ કા તરાજૂમાં પોતાના અભિનય માટે તેને પહેલીવાર ફિલ્મ ફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. 15 વર્ષની ઉંમરે લીડ એક્ટ્રેસ તરીકે તેણે ફિલ્મ જમાને કો દિખાના હૈમાં કામ કર્યું. જેના સિવાય તેણે પ્રેમરોગ, વિધાતા, પ્યાર ઝુકતા નહીં, સૌતન, વો સાત દિન, સ્વર્ગ સે સુંદર, પ્યાર કે કાબિલ, દતા, ફટા પોસ્ટર નિકલા હીરો જેવી ફિલ્મોમાં કામ કર્યું.

પદ્મિની અત્યાર સુધી ફિલ્મોમાં સક્રિય છે. સપ્ટેમ્બર 2013માં રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં તે નજર આવ્યા હતા. 2020માં એક મરાઠી ફિલ્મ પ્રવાસમાં જોવા મળ્યા હતા.