નવરા બેઠા ગાર્ડનમાં ખાડો ખોદ્યો અને આ વ્યક્તિને લાગી લઈ મોટી લોટરી

દુનિયામાં હાલ કોરોનાને કારણે અનેક દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઘરમાં રહીને કોરોનાને હરાવી શકાય છે. લોકો પોતાના ઘરમાં રહી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. આ દરમિયાન યુકેના વેસ્ટ યોર્કશાયરમાં રહેતા એક વ્યક્તિ માટે લોકડાઉન ખુબ જ રોચક સાબિત થયું. ઘરમાં બેસી તે કંટાળી ગયો આથી આ વ્યક્તિએ ઘરની પાછળ ગાર્ડનમાં ખોદકામ કરવાનું નક્કી કર્યું. પરંતુ તેને ખબર ન હતી કે તેને લોટરી લાગવાની છે. ખોદકામ દરમિયાન તેને એક એવી વસ્તુ હાથ લાગી જે જોઇ તેની આંખો પહોંળી થઇ ગઇ.

યુકેમાં કોરોનાના કારણે અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન અહીં વેસ્ટ યોર્કશાયરમાં રહેતા જોન નામના એક વ્યક્તિએ પોતાની સાથે બનેલી રોચક ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

40 વર્ષના જોને 6 મહિના પહેલા જ હેકમોંડબાઇકમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. ત્યારબાદ લોકડાઉનમાં તે ઘરમાં જ રહેતો હતો.

ઘરમાં બેસી બેસી કંટાળેલા જોને નક્કી કર્યું કે પોતાના ઘરની પાછળના મેદાનમાં ગાર્ડન બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું.

ખોદકામ દરમિયાન તેને ઘરની પાછળથી 70 વર્ષ જૂની ફોર્ડ કાર મળી. આ કાર 7 ફૂટ નીચે ખાડામાં દફનાવવામાં આવી હતી.

આ કારને જોઇને જોને કહ્યું કે દરેકના ગાર્ડનમાં ફોર્ડ કાર દફન હોતી નથી. પરંતુ મારા ગાર્ડનમાં આવું બન્યું જે ચોંકાવનારી વાત છે.

કાર ધૂળમાં ખુબ જ અંદર સુધી દફન હતી. જે માટે તેને હાથથી કાઢવી મુશ્કેલ છે. લોકડાઉનના કારણે હજુ તેને મદદ પણ મળી નથી.

જોને કારના અનેક ભારને બહાર કાઢ્યા છે. જેમાં નંબર પ્લેટ પણ સામેલ છે. આ નંબર પ્લેટની મદદથી જાણી શકાયું કે આ કાર 70 વર્ષ જૂની છે.
1950ના યુગમાં આવી કાર સડક પર દોડતી હતી. આ કાર ગ્રે રંગની છે અને ટૂટેલી છે.

જોને કહ્યું કે કારના વ્હિલ તેને મળ્યા નથી પરંતુ આ કારને તે રિપેર કરાવી એન્ટીક રીતે સાચવીને રાખશે. સમગ્ર દેશમાં આ કારની ખુબ જ ચર્ચા ચાલી રહી છે.