પાણીપુરીના રસિયા છો તો આ જરૂરથી ક્લિક કરો, માત્ર તમારા માટે જ છે

અમદાવાદઃ પાણીપુરી મોટાભાગના લોકોને ગમે છે. ઘણાંને તો પાણીપુરીનું નામ લેવાથી જ મોંમાં પાણી આવી જાય છે. જોકે, જો તમે પણ વધુ માત્રામાં પાણીપુરી ખાતા હો તો તમારે સાવચેત થઈ જવાની જરૂરી છે. તમે ઘરને બદલે બહારની પાણીપુરી ખાતા હો તો તમે બીમાર પડી શકો છે. શરીરને ઘણું જ નુકસાન થાય છે.

પાણીપુરી ખાવાથી ઝાડા, ડિહાઈડ્રેશન, વોમિટ, કમળો, અલ્સર તથા પાચન સંબંધિત બીમારી, પેટમાં દુખાવો તથા આંતરડામાં સોજો આવી જાય છે. આટલું જ નહીં બ્લડપ્રેશરની બીમારી પણ થઈ શકે છે.

પાણીપુરીના પાણીમાં મીઠું વધુ માત્રામાં નાખવામાં આવે છે. આને કારણે બીપી વઈ જાય છે. પુરીઓ જે તેલમાં તળવામાં આવે છે, તે તેલનો ઉપયોગ પણ વારંવાર કરવામાં આવે છે. આ રીતનું તેલ પણ શરીર માટે હાનિકારક છે.

આટલું જ નહીં પાણીપુરી ચોખ્ખી જગ્યાએ બનતી હોતી નથી. આ સમયે હાઈજીનનું ધ્યાન બિલકુલ રાખવામાં આવતું નથી. લોકો ગમે તેવા હાથે પાણીપુરી બનાવે છે. આ જ કારણે બીમાર પડવાની શક્યતા વધી જાય છે. પાણી પણ ગમે તેવી જગ્યાનું વપરાય છે.

બટાકા તથા ચણા પણ ઘણીવાર બગડી ગયા હોય છે અને તેમાં મસાલો વધારે નાખીને આપી દેવામાં આવે છે. આને કારણે પેટની સમસ્યા સર્જાઈ શકે છે. પાણીપુરી જો બહુ જ ભાવતી હોય તો બહારને બદલે ઘરની જ ખાવી હિતાવહ છે.