28 દિવસ બાદ પ્રેગ્નન્ટ કરીના કપૂરે ઘરમાં મૂક્યો પગ, તૈમૂર જોવા મળ્યો હેરાન-પરેશાન - Real Gujarat

28 દિવસ બાદ પ્રેગ્નન્ટ કરીના કપૂરે ઘરમાં મૂક્યો પગ, તૈમૂર જોવા મળ્યો હેરાન-પરેશાન

મુંબઈઃ પ્રેગન્ન્ટ કરીના કપૂર મુંબઈથી તેમના ઘરે પાછી આવી ગઈ છે. તે છેલ્લા 28 દિવસથી દિલ્હીમાં હતી. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે પટોડી પેલેસમાં રોકાઈ હતી. બુધવાર સાંજે કરીના પતિ અને દીકરા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર કરીના સાથે જ સૈફ અને તૈમૂર પણ ચહેરા પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. આ દરમિયાન તૈમૂર થોડો હેરાન પણ હતો. જોકે, મુંબઈ પાછા આવ્યા પછી તે અનકમ્ફર્ટેબલ ફિલ કરી રહ્યો હતો.

કરીનાએ આ દરમિયાન વ્હાઇટ કલરનો કુર્તો અને પ્લાઝો પહેર્યો હતો. તેમણે સિલ્વર જ્વેલરી પણ પહેરી હતી અને પગમાં પંજાબી જૂતા પહેર્યાં હતાં. તેમણે વાળને ટાઇટ બાંધી રાખ્યા હતાં.

આ દરમિયાન સૈફે રૉયલ બ્લૂ કલરનો કુરતો અને વ્હાઇટ પઝામો પહેર્યો હતો. તેમણે ગૉગલ પણ પહેર્યો હતો. તો, તૈમૂરે લાઇટ બ્લૂ કલરનું ટીશર્ટ અને ડેનિમ જીન્સ પણ પહેર્યું હતું.

એરપોર્ટ પર સૈફ તેમના દીકરા તૈમૂરનું ધ્યાન રાખતાં હતાં. તેમણે પગથિયા ઉતરતી વખતે દીકરાનો હાથ પકડ્યો હતો. આ દરમિયાન કરીના પણ સાથે-સાથે ચાલી રહી હતી.

મુંબઈ એરપોર્ટ પર તૈમૂર થોડો હેરાન પણ હતો. ઘણાં દિવસ પછી તે ઘરે પાછો આવતાં કન્ફ્યૂઝ હતો.

સૈફે દીકરાનો હાથ પકડ્યો હતો તે કરીનાના હાથમાં મોટું હેગ હતું. તે ઘણો સંભાળીને ચાલી રહી હતી.

કરીના આ દરમિયાન મીડિયાના ફોટોગ્રાફર્સને ઇગ્નોર કર્યા નહીં, પણ હાથ હલાવી અભિવાદન કર્યું હતું.

કરીના આ દરમિયાન મીડિયાના ફોટોગ્રાફર્સને ઇગ્નોર કર્યા નહીં, પણ હાથ હલાવી અભિવાદન કર્યું હતું.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે કરણ જૌહરની આવનારી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરૂ થશે. જેમાં અનિલ કપૂર, વિક્કી કૌશલ, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.