શ્રદ્ધા કપૂરના ભાઈના લગ્નમાં જુહી ચાવલાથી લઈને સની દેઓલ સુધીના સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ તસવીરો

શ્રદ્ધા કપૂરના માસીના દીકરા અને વીતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્મા લગ્નગ્રંથીથી જોડાઈ ગયો છે. પ્રિયાંક શર્માએ પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાની સાથે 4 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. કપલના લગ્નની કેટલિક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં પ્રિયાંક નવી નવેલી દુલ્હન શજાને લિપલોક કરતાં જોવા મળ્યો હતો.

પ્રિયાંક અને શજાએ કોર્ટ મેરેજ પછી પાવના લેક પાસે હિન્દુ રીતિ -રિવાઝથી સાત ફેરા લીધા હતા.  પ્રિયાંક હિન્દુ છે, જ્યારે શજા મુસ્લિમ છે. એટલે પ્રિયાંક અને શજાના લગ્ન મહિનામાં 3 વખત થશે. પહેલાં કોર્ટ મેરેજ કર્યા પછી હવે હિન્દુ ધર્મના રિવાજ મુજબ બંને લગ્નબંધનમાં જોડાઈ ગયા છે.  ત્યાર બાદ બંને  મુસ્લિમ ધર્મના રિવાજ મુજબ ફરી લગ્ન કરશે. લગ્નની સેરેમનીના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર, સની દેઓલ, ભાગ્યશ્રી, જૂહી ચાવલા અને અનિલ કપૂર સહિતના સ્ટાર પહોંચ્યા હતા.

ભાઈ પ્રિયાંક શર્માના લગ્નમાં શ્રદ્ધા કપૂર અને સગા ભાઈ સિદ્ધાંત કપૂર સાથે પહોંચી હતી. આ દરમિયાન તેમણે વ્હાઇટ કલરનો લહેંગો અને તેના મેચિંગ કલરનું માસ્ક પણ પહેર્યું હતું.

આ લગ્નમાં શ્રદ્ધા કપૂર બહુ જ ખૂબસુરત અંદાજમાં પહોંચી હતી. આ સેરેમનીમાં શ્રદ્ધા એકલી નહોતી પરંતુ તેની સાથે તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ જોવા મળ્યો હતો જેની તસવીરો સામે આવી છે. ફોટોગ્રાફર્સે એકસાથે જોતાં જ કેમેરામાં તસવીરો ક્લિક કરવા લાગ્યા હતાં પરંતુ કેમેરો જોતાંની સાથે જે શ્રદ્ધા અને રોહન અલગ થઈ ગયા હતાં.

તૈયાર થઈને ભાઈના લગ્નમાં પહોંચી શ્રદ્ધા કપૂર.

નવી નવેલી શજા મોરાની અને દીકરા સાથે પોઝ આપતી જોવા મળી હતી પદ્મિની કોલ્હાપુરે.

પ્રિયાંક શર્માના લગ્નની સેરેમનીમાં જૂહી ચાવલા અને ભાગ્યશ્રીએ એક ફ્રેમમાં સાથે પોઝ આપ્યો હતો.

ફ્રેન્ડ પદ્મિની કોલ્હાપુરે દીકરાની વેડિંગ સેરેમનીમાં પૂનમ ઢિલ્લે પણ હતી. ઉલ્લેખનીય પૂનમ અને પદ્મિની આ વિકેન્ડ ઇન્ડિયન આઇડલની સિઝન 12માં સાથે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન બંને ખુદ સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો હતો.

પ્રિયાંક શર્માની વેડિંગ સેરેમનીમાં અનિલ કપૂર પણ કુલ લૂકમાં જોવા મળ્યાં હતાં. અનિલ કપૂર આ વેડિંગ સેરેમનીમાં પોતાની પત્ની સુનીતા કપૂર સાથે પહોંચ્યા હતાં.

સાળી પદ્મિનીના દીકરા પ્રિયાંક શર્માના વેડિંગ ફંક્શનમાં શક્તિ કપૂર પણ પહોંચ્યા હતાં.

આ દરમિયાન તેમણે બ્લેક કલરનું આઉટફિટ કેરી કર્યું હતું. પદ્મિની કોલ્હાપુરે વેડિંગ ફંક્શનમાં સની દેઓલ પણ આવ્યા હતાં.