પતિથી કમ નથી નોઈડાના DMની પત્ની, એક સમયે અખબાર ખરીદવાના નહોતા પૈસા

ગૌતમબુદ્ધ નગર(નોઈડા)માં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે સુહાસ એલવાઈને નવા ડીએમ તરીકે નિયુક્ત કર્યા છે, જેમની પ્રોફાઈલ ખૂબ જ દમદાર છે. તેઓ સ્ટેટના બેસ્ટ પેરા સ્પોર્ટ્સપર્સનની સાથે યશ ભારતી પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચુક્યા છે. નોઈડાને કોરોનાથી બચાવવા માટે તહેનાત કરવામાં આવેલા સુહાસ એલવાઈ આ પહેલા લખનઊમાં યૂપીના નિયોજન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીના પદ પર તહેનાત હતા. પરંતુ, તેમની પત્ની અને 2004 બેચની પીસીએસ અધિકારી ઋતુ સુહાસ પણ કમ નથી. અધિકારી હોવાની સાથે મિસિસ ઈન્ડિયા-2019નો ખિતાબ જીતનારી ઋતુ સુહાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાન છે, કારણ કે તેમની પાસે કોચિંગ અને અખબારના પૈસા પણ નહોતા. જો કે તેણે પોતાની સહેલીની મદદથી સેલ્ફ સ્ટડી કરીને આ મુકામ હાંસિલ કર્યો અને હાલ તે એલડીએમાં જૉઈન્ટ સેક્રેટરીના પદ પર તહેનાત છે.

ઋતુ સુહાસે 2003માં પીસીએસની તૈયારી કરવાનું નક્કી કર્યું. સંબંધીઓ ઘરની બહાર નીકળીને અભ્યાસ કરાવવા રાજી નહોતી, પરંતુ માતા-પિતાએ તેનો સાથ આપ્યો. માતા એક-એક રુપિયો બચાવતી હતી. જેથી અમારી ભાઈ-બહેનોની નાની-નાની જરૂરિયાતો પુરી થઈ શકે.

ઋતુએ જણાવ્યું કે, મારી એક મિત્ર હતી, તે પણ પીસીએસની તૈયારી કરતી હતી. હું સાંજે એના ધરે જતી અને તેની નોટ્સમાંથી મારી નોટ્સ તૈયાર કરતી હતી. બાદમાં તેને વાંચતી હતી. મારા લગ્ન 2008માં સુહાસ એલવાઈ સાથે થયા. મારા 2 બાળકો છે, એક દિકરો અને એક દિકરી.

ઋતુએ માતૃત્વ દરમિયાન દેખરેખ માટે 2 મોબાઈલ એપ્લિકેશન ‘કુપોષણ કા દર્પણ’ અને ‘પ્રેગનેન્સી કા દર્પણ’ તૈયાર કરાવી. જેનાથી ગર્ભવતી મહિલાઓનો ઘણો ફાયદો થયો. તે મિસિસ ઈન્ડિયા 2019નો ખિતાબ પોતાના નામે કરી ચુકી છે.