ક્યાંક સસરાએ વહૂ સાથે કર્યો રોમાન્સ તો ક્યાંક જીજા-સાળી રોમાન્સ કરતા આવ્યા નજર

મુંબઈ: વીતેલા જમાનાના એક્ટર શશિ કપૂરનો થોડા દિવસ પહેલા જ જન્મદિવસ ગયો. તેમનો જન્મ 18 માર્ચ, 1938ના દિવસે કોલકાતામાં થયો હતો. શશિ પૃથ્વીરાજ કપૂરના દીકરા અને રાજ કપૂર-શમ્મી કપૂરના નાના ભાઈ હતી. બલબીર રાજ કપૂર ઉર્ફે શશિ કપૂરે 1944માં પોતાના કરિયરની શરૂઆત પૃથ્વી થિએટરના શકુંતલા નાટકથી કરી હતી. રાજ કપૂરની પહેલી ફિલ્મ આગ અને ત્રીજી ફિલ્મ આવારામાં તેમના બાળપણની ભૂમિકા નિભાવી હતી. જો કે, હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા.

શશિએ યશ ચોપરાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ધર્મપુત્રથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં એવા અનેક સ્ટાર્સ છે જેમણે રીઅલ લાઈફ ઈન-લૉઝ સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કર્યો. તેમાંથી કોઈએ પોતાની વહૂ સાથે તો કોઈએ પોતાની સાળી સાથે ફિલ્મ પડદા પર રોમાન્સ કર્યો હતો. શશિએ પણ નીતૂ સિંહ સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કર્યો હતો, જે તેમની વહૂ છે. આ ફિલ્મ હતી દીવા, એક ઔર એક ગ્યારહ અને કાલા પાની. શશિ સંબંધમાં બબિતાના કાકાજી સસરા થાય છે. બંનેએ ફિલ્મ હસીના માન જાયેગીમાં સાથે કામ કર્યું છે.

કરિશ્મા કપૂર સંબંધમાં સૈફ અલી ખાનની સાળી થાય છે. બંનેએ ફિલ્મ હમ સાથ સાથ હૈ (1999)માં સાથે કામ કર્યું છે.

રાની મુખર્જી અને અજય દેવગણ જીજા-સાળી છે. રાની મુખર્જી, અજયની પત્ની કાજોલની કઝિન છે. અજય અને રાનીએ ફિલ્મ ચોરી ચોરી(2003) અને એલઓસી કારગિલ(2003)માં કામ કર્યું છે.

અનિલ કપૂર અને શ્રીદેવી દેર-ભાભી છે અને બંનેએ સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કર્યો છે. તેમણે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા(1986), લમ્હે(1991), રૂપ કી રાની ચોરો કા રાજા(1993), લાડલા(1993) અને જુદાઈ (1996) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રણધીર કપૂર સંબંધમાં નીતૂ સિંહના જેઠ છે. બંનેએ ફિલ્મ કસ્મે વાદે, રિક્શાવાલા, હીરાલાલા પન્નાલાલ, ડોંગી, ભલા માનુસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રાજેશ ખન્નાએ ફિલ્મ અનુરોધ(1977)માં સિંપલ કાપડિયા સાથે રોમાન્સ કર્યો હતો.જ્યારે સિંપલે રાજેશની સાથે સ્ક્રીન શેર કરી, ત્યારે તે તેના બનેવી થતા હતા. એટલે કે તેમની બહેન ડિમ્પલ સાથે લગ્ન કરી ચુક્યા હતા.

ફિરોઝ ખાન અને મુમતાઝ વેવાઈ-વેવાણ છે. મુમતાઝની દીકરી નતાશા ફિરોઝ ખાનની વહૂ છે. ફિરોઝ ખાન અને મુમતાઝે ફિલ્મ અપરાધ, ઉપાસના, આગમાં કામ કર્યું છે.

શમ્મી કપૂર બબીતાના કાકાજી સસરા લાગે છે. બંનેએ ફિલ્મ તુમસે અચ્છા કૌન હૈ(11969)માં કામ કર્યું છે.