જિમ ટ્રેનરના પ્રેમમાં પાગલ સાંસદની બહેન ભાગી ગઈ, હવે પપ્પા પાસે કરી આ આજીજી

પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ હદે જવા તૈયાર છે. પ્રેમના ચક્કરમાં પરિવારનો વિરોધ પણ સહન કરે છે. ઘણીવાર પરિવાર માફ કરી દે છે તો ઘણીવાર પરિવાર હેરાન કરે છે. આવો જ કંઈક કિસ્સો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કિસ્સામાં સાંસની બહેનને એક જિમ ટ્રેનર સાથે પ્રેમ થઈ જાય છે. બંને ભાગીને લગ્ન કરી લે છે. વાત આટલેથી અટકતી નથી. હવે સાંસદની દીકરીએ એક વીડિયો વાઈરલ કરી તેના પિતા પાસે આજીજી કરી છે.

આ કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢનો છે. અહીં રહેતી કનિકા સોની નામની યુવતીને થોડાં દિવસ પહેલાં પોતાના ઘરની નજીકમાં રહેતા જિમ ટ્રેનર સાથે પ્રેમ થયો હતો. બંને લગ્ન કરવા માગતા હતા. જોકે, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. 14 સપ્ટેમ્બરના રોજ બંનેએ ભાગીને કોર્ટમાં અને પછી મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને લાગ્યું કે બધું ઠીક થઈ જશે. જોકે, કનિકાનો આરોપ છે કે તેનો પરિવાર તેને હેરાન કરે છે.

કનિકા હાલમાં પતિ લકીની સાથે બિહારના હાજીપુરમાં છે. કનિકાના લગ્નથી દુઃખી પરિવારે લકી વિરુદ્ધ અપહરણનો કેસ કર્યો હતો. કનિકના મતે, તેનો ભાઈ ગંગાનગરમાંથી ભાજપનો સાંસદ નિહાલચંદ મેઘવાલ છે. તેના પિતા પણ રાજકારણમાં આગળ પડતા છે. પોલીસ તેને હેરાન કરે છે. પોલીસ તથા પરિવારના ડરથી કનિકા પતિ સાથે રાજસ્થાનથી ભાગીને બિહાર ગઈ હતી. અહીંયા બંનેએ પોલીસની સામે સરન્ડર કર્યું હતું.

સરન્ડર કરતા પહેલાં કનિકાએ પરિવાર માટે વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયો કનિકાએ સો.મીડિયામાં અપલોડ કર્યો છે. વીડિયોમાં તે પોતાના પિતાને સમજાવે છે કે મહેરબાની કરીને તેમને હેરાન ના કરવામાં આવે. તે લકીને પ્રેમ કરે છે અને તેને છોડી શકે તેમ નથી. કનિકાએ પિતા પર આરોપ મુક્યો છે કે તે ઘરમાં તેને બહુ જ ટોર્ચર કરતા હતા. લગ્નની તસવીરો તથા ડોક્યુમેન્ટ પણ સો.મીડિયામાં શૅર કર્યા છે.

લકી તથા કનિકા પુખ્તવયના છે. તેમણે પોલીસ સામે સરન્ડર કર્યું તો પોલીસે કાર્યવાહી બાદ છોડી મૂક્યા હતા. ભાજપ સાંસદની બહેન હોવાથી તેમને ડર છે કે પોલીસ હેરાન કરશે.

આથી જ તેણે સો.મીડિયામાં પપ્પાના નામે મેસેજ મૂક્યો હતો અને આ વાઇરલ થયો હતો. યુઝર્સે કનિકાનો સાથ આપ્યો છે.