અહીંયા નાની ઉંમરમાં જ છોકરીઓ થઈ રહી છે પ્રેગ્નન્ટ, પરિવારને અચાનક જ થાય છે જાણ

મોસ્કોઃ ગત મહિને દાર્યા નામની 13 વર્ષની કિશોરીએ રશિયન નેશનલ ટીવી પર કહ્યું હતું કે તે 10 વર્ષના બોયફ્રેન્ડ સાથે તેના શારીરિક સંબંધ બાદ પ્રેગ્નન્ટ થઇ છે. જોકે, ડોક્ટરોએ તપાસમાં કહ્યું હતું કે 10 વર્ષીય બાળક શારીરિકરૂપથી એટલો સક્ષમ નથી કે તે કોઇ બાળકનો પિતા બની શકે. કિશોરીના જણાવ્યા પ્રમાણે તેણે 10 વર્ષીય પ્રેમી સાથે ગયા વર્ષે શારીરિક સંબંધો બાંધ્યા હતા. હવે તેનું કહેવું છે કે બોયફ્રેન્ડ સિવાય અન્ય એક 15 વર્ષના કિશોર સાથે પણ તેણે શરીરસુખ માણ્યું હતું. કિશોરીના પરિવારજનોની ફરિયાદના આધારે કિશોરને હાઉસ અરેસ્ટની કન્ડિશનમાં રાખ્યો છે. રશિયન ડિટેક્ટિવ્સ પ્રેગ્નન્ટ કિશોરી, તેના પરિવારજનો અને કિશોર તથા તેના પરિવારજનોની પૂછપરછ કરી રહ્યાં છે. રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીએ આ મામલે કોઇ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી. તો કિશોરી હોસ્પિટલમાં એડમિટ છે. દાર્યા અવારનવાર ટિકટોક વીડિયોમાં નજરે આવતી હતી. ઇન્સ્ટાગ્રામમાં પણ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં છે. દાર્યા પોતાનું નિવેદન સતત બદલી રહી છે. પોલીસને તેણે જણાવ્યું હતું કે 15 વર્ષના યુવક સાથે સંબંધ બનાવવા માગતી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. આવામાં સમગ્ર મામલો ગુંચવાયેલો છે. તો સાયકોલોજીસ્ટ પણ કિશોરીને માનસિક આઘાતમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યાં છે.

આ દાર્યાની તસવીર છે. 13 વર્ષની ઉંમર હોવાને કારણે સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે. હોસ્પિટલમાં એડમિટ દાર્યા બેડ પર સૂતી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેના ગર્ભમાં રહેલા બાળકને ખતરો છે.

10 વર્ષના બાળક અને 13 વર્ષની કિશોરી દાર્યા વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા.

રશિયામાં નાની વયે છોકરીઓ પ્રેગ્નન્ટ હોવાની ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગઇ છે. આ પાછળ સોશિયલ મીડિયાનો વધી રહેલો પ્રભાવ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

કોઇ બાળકી કે કિશોરી સાથે આવી ઘટના થયા બાદ તેના પરિવારજનો માટે સમય મુશ્કેલીભર્યો રહે છે. આવી ઘટના થઇ ગયા બાદ પસ્તાવા સિવાય કોઇ બીજો વિકલ્પ હોતો નથી. સાયકોલોજિસ્ટ પ્રયાસ કરી રહ્યાં છે કે ગમે તેમ કરી કિશોરીને મેન્ટલ ટ્રોમાની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે અને તે સામાન્ય જીવન જીવી શકે.

કોઇપણ કિશોરી-બાળકી-યુવતી આવી સ્થિતિથી બચવા માટે પ્રયાસો કરે છે, પરંતુ જાળમાં ફસાઇ ગયા બાદ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

અવાર-નવાર યુવતીઓ આવી સ્થિતિમાં આત્મસમર્પણ કરવા મજબૂર બની જાય છે. કારણ કે શારીરિક શોષણની ઘટના બને ત્યારે આસપાસ કોઇ હાજર હોતું નથી.

નાની વયે શારીરિક શોષણનો શિકાર બનતા કિશોરી-બાળકીઓ અનેક વખત આજીવન માનસિક આઘાતમાં સરી પડે છે.

આજના યુગમાં નાની વયે છોકરીઓ યૌન શોષણનો શિકાર બની હોય તેવી ઘટનાઓ વધી રહી છે. આ ઘટના એટલા માટે ખાસ છે કારણ કે 13 વર્ષની કિશોરીએ, જેની સાથે સંબંધ બનાવવાની વાત કરી છે, તે માત્ર 10 વર્ષનો જ છે.