ફૌજીને લૂંટ્યા બાદ વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો, કર્યા એવા એવા કાંડ કે યુવાનો હચમચી ઉઠ્યા

જયપુરઃ રાજસ્થાનના બે બાળકોના પિતા તથા રિટાયર્ડ ફૌજીને લૂટીને ભાગનારી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસ રાજસ્થાનના સીકરનો છે. આર્મીમેન સાથે છેતરપિંડી કરતાં પહેલાં આ દુલ્હને સીકરના એક કરિયાણાના વેપારીને પ્રેમની જાળમાં ફસાવ્યો હતો. આ દુલ્હનની ઉંમર 30 વર્ષની છે. સગાઈમાં કિંમતી સામાન લીધા બાદ યુવતીના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી બદનામ કરવાની ધમકી આપી હતી. વેપારીએ ઈજ્જત બચાવવા માટે ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું હતું.

મહિલાની છેતરપિંડીના સમાચાર તથા તસવીરો જોયા બાદ સીકરનો પીડિત જયપુરના બીજા પીડિત આર્મીમેનને મળ્યો હતો. ત્યારે લુટેરી દુલ્હનના કારનામા સામે આવ્યા હતા. સીકરના પીડિતે પોલીસ ફરિયાદ કરી નહોતી. બીજા પીડિતે કહ્યું હતું કે મહિલાની ઉંમર 30થી વધુ છે.

યુવતીએ કહ્યું હતું, છોકરો સારો જોઈએ, જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથીઃ સીકરમાં રહેતા યુવકની કરિયાણાની દુકાન છે. પરિવાર લગ્ન માટે સારી યુવતી શોધતો હતો. ત્યારે ખંડેલામાં કામ કરતી નર્સ પીડિત યુવકની માતાના સંપર્કમાં આવી હતી. તેણે વાતચીતમાં સારી છોકરી નજરમાં હોવાની વાત કરી હતી. તસવીરો બતાવીને મુલાકાત થઈ હતી.

પીડિત યુવકનો આરોપ છે કે યુવતીએ પોતાનું નામ રેખા કહ્યું હતું અને તે જયુપરમાં એકલી રહેતી હોવાનું જણાવ્યું હતું. યુવકથી યુવતી આઠ વર્ષ નાની હોવાનું કહ્યું હતું. થોડાં દિવસ બાદ સુંદર તસવીરો મોકલીને નિકટતા કેળવી હતી. યુવતીએ કહ્યું હતું કે તેને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવામાં વાંધો નથી. તે બસ છોકરો સારો ઈચ્છે છે. ત્યારે મે-જૂન 2020માં પરિવારના લોકોએ યુવતીને ઘરે બોલાવીને સગાઈ કરાવી હતી. પરિવારે યુવતીને રોકડ રકમ તથા દાગીના અને અન્ય કિંમતી સામાન આપ્યો હતો.

જયપુર શિફ્ટ થવાનું દબાણ કર્યુંઃ સગાઈ પછી યુવતીએ યુવકને સીકરની તમામ સંપત્તિ વેચીને જયપુર આવવાનું દબાણ કર્યું. તેની બહેનો વિરુદ્ધ વાતો કરતી હતી. એકવાર તો યુવક વાતોમાં આવી પણ ગયો હતો. ત્યારે યુવકના મામાને યુવતીની વાતો પર શંકા ગઈ હતી. યુવતીએ ઓક્ટોબર, 2020માં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી. આટલું જ નહીં બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું કહીને સામાન હડપી લીધો હતો. બદનામીના ડરથી પરિવાર આઘાતમાં હતો અને ફરિયાદ પણ કરી નહોતી.

લગ્ન કરીને ત્રીજા દિવસે ભાગીઃ રેખા નામની આ યુવતીએ જયપુરના હરમાડામાં રહેતા રિટાયર્ડ આર્મીમેન રામદયાળ સાથે એપ્રિલ, 2021માં લગ્ન કર્યા હતા. બાળકોને માર મારતી અને લગ્નના ત્રીજા દિવસે તમામ સામાન લઈને ભાગી ગઈ હતી. રામદયાળના લગ્ન દલાલ શ્યામસુંદરે કરાવ્યા હતા. કેન્સરથી પત્નીનું મોત થયા બાદ બે બાળકોના પિતા રામદયાળે સંતાનોને કારણે બીજા લગ્ન કર્યા હતા.

પરિવારે સમજાવ્યા બાદ રામદયાળે રેખા સાથે લગ્ન કર્યા હતા. રેખાએ રામદયાળ કરતાં ઉંમર નાની હોવાનું કહ્યું હતું. લગ્ન કર્યાના બીજા જ દિવસે બાળકોને માર માર્યો હતો. આ કેસ મીડિયામાં આવ્યા બાદ સીકરના પીડિત યુવકે રામદયાળનો સંપર્ક કરીને પોતાની કથની કહી હતી. પછી હરમાડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરે છે. દલાલ શ્યામ સુંદર તથા યુવતી સહિત ગેંગમાં સામેલ અન્ય લોકોની શોધ ચાલી કહી છે.