મા-બાપની 35મી વેડિંગ એનિવર્સરી પર દીકરાએ આપી હતી એવી ગિફ્ટ કે સરી પડ્યા ખુશીના આંસુઓ

ચંદીગઢઃ આજકાલના ઘણાં પરિવારોમાં દીકરા માબાપ ઘરડાં થાય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તો ઘણાં દીકરાઓ એવા હોય છે કે માબાપની આંખો ઠારે છે. આવા જ એક દીકરાએ પોતાના માબાપની વેડિંગ એનિવર્સરી પર એવી ગિફ્ટ આપી કે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. આ કિસ્સો આમ તો ફેબ્રુઆરી-2017ના વર્ષનો છે, પણ આ હાલ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ચંદીગઢના બિઝનેસમેન કંવલ જીત સિંહ વાલિયા તથા તેમની પત્ની લખબીર કૌરના લગ્નને ફેબ્રુઆરી-2017માં 35 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંદે દીકરા ગુરસિમરને પિતાને 45 લાખ રૂપિયાનું ઈન્ડિયન રોડમાસ્ટર બાઈક ગિફ્ટમાં આપ્યું હતું.

તો માતાને ગુરુસિમરને 80 લાખ રૂપિયાની મર્સિડિઝી જીએલએસ કાર ગિફ્ટમાં આપી હતી. પિતાની બાઈક પર સીએચ 01 બીએલ 0001 નંબર લગાવી આપ્યો હતો. રજિસ્ટ્રિંગ એન્ડ લાઈસેન્સિંગ અથોરિટીએ બીએલ સિરીઝની હરાજી કરી હતી, જેમાં ગુરસિમરને 6.70 લાખ રૂપિયા આપીને આ નંબર ખરીદ્યો હતો.

વીઆઈપી નંબર જીત્યા બાદ ગુરસિમરને કહ્યું હતું કે 2011માં તેના પિતાએ તેના લગ્નનું અલગ-અલગ શહેરમાં 15 દિવસો સુધી સેલિબ્રેશન કર્યું હતું. લગ્નની ચોથી વર્ષગાંઠ પર 20 લાખ રૂપિયાની ટ્રમ્પ મોટરસાઈકલ તથા 80 લાખ રૂપિયાની મર્સિડીઝ આપી હતી.

કાર પર સીએચ 01 બીસી 0001 નંબર પણ લગાવ્યો હતો. આ કાર નંબર 8.02 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દીકરાએ રિટર્ન ગિફ્ટ તો આપવી જ પડે ને.