એક્ટર 60 દિવસ પછી કરશે ડેસ્ટીનેશન વેડિંગ, ગેસ્ટ માટે બૂક કરાવી લીધી એર ટિકિટ

મુંબઈ: સાઉથની ફિલ્મનો સુપરસ્ટાર નિતિન લગ્ન કરવા જઈ રહ્યો છે. નિતિને લોંગટાઈમ ગર્લફ્રેન્ડ શાલિની સાથે સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈના ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. નિતિન અને શાલિની ડેસ્ટિનેશન વેડિંગ કરશે. બંનેનું લગ્નનું ફંક્શન દુબઈમાં યોજાશે. બંને 60 દિવસ પછી એટલે કે 16 એપ્રિલે લગ્ન કરશે. વેડિંગ ફંક્શન બે દિવસ ચાલશે.

એક્ટર નિતિને પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે ગેસ્ટ માટે એર ટિકિટ બૂક પણ કરાવી લીધી છે. લગ્નમાં અંદાજે 40-50 ગેસ્ટ સામેલ થાય તેવી શક્યતા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રી-વેડિંગ ફંક્શન 15 એપ્રિલ યોજાશે. જ્યારે પૂરા રીત-રિવાજ સાથે લગ્ન 16 એપ્રિલે હશે. ગેસ્ટને ઈન્વિટેશન કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે નિતિન અને શાલિની બંને એક-બીજાને 4 વર્ષથી ડેટ કરી રહ્યા છે. આ અરેન્જ સાથે લવ મેરેજ છે. બંનેના પેરેન્ટ્સે બંનેની દોસ્તી જોઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નિતિનની થનારી પત્ની શાલિની એમબીએ ગ્રેજ્યુએટ છે અને તેણે યુકેમાં સ્ટડી પૂરી કરી છે.

લગ્ન પછી નિતિનનો પરિવાર હૈદરાબાદમાં એક રિસેપ્શનનું આયોજન કરશે. જેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા સેલેબ્સ સામેલ થશે.

નિતિનના પિતા સુધાકર રેડ્ડી પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યુટર છે. તેને એક મોટી બહેન નિતિકા છે. નિતિનની અપકમિંગ ફિલ્મ ભીષ્મા છે. ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. નિતિન લગ્ન પહેલાં શૂટિંગ પૂરું કરવા માંગે છે.