માતાના મોત બાદ પણ ડ્યૂટી કરતો રહ્યો પુત્ર, કહ્યું-જેને જવું હતું એ ગયા, દર્દી મારી પ્રાથમિકતા

લખનઉઃ કોરોના સંક્રમિત વ્યક્તિથી તેના પરિવારજનો પણ દૂર રહે છે. આવી સ્થિતિમાં ડોક્ટર પોતાનો જીવ દાવ પર લગાવી દિવસ-રાત કોરોના દર્દીની સારવાર કરી રહ્યાં છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પરિવારજનોનું મોઢું પણ જોયું નથી. તેઓ હાલ કર્તવ્યનું સંપૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરી રહ્યાં છે. આથી જ તો ડોક્ટરોને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે. એક આવી જ માનવતાની મિસાલ રજૂ કરી છે ઉત્તરપ્રદેશના ડોક્ટરે, જેમની માતાનું મૃત્યુ થયા બાદ પણ તે ઘરે ગયા નહીં.

આ કિસ્સો રાયસેન જિલ્લાના દેવરી તહસીલની એક હોસ્પિટલમાં બુધવારે 1લી એપ્રીલે સામે આવ્યો હતો, જ્યાં ડોક્ટર કેકે સિલાવટ કોરોના દર્દીઓની ડ્યુટીમાં હતાં. ડોક્ટર સાહેબ એક દર્દીની સારવાર કરી રહ્યાં હતા, એ દરમિયાન તેમના ફોન પર તેના ભાઇનો ફોન આવ્યો કે ભાઇ ઘરે આવી જાવ, માતાનું નિધન થયું છે. ડોક્ટરે તુરંત કહી દીધું કે તમે અત્યારે સંભાળી લો હું દર્દીઓની સારવાર કરી રહ્યો છું અને ડ્યુટી પૂર્ણ કર્યા બાદ રાતે 5 વાગ્યે જ ઘરે આવીશ. ડોક્ટર કેકે સિલાવટની માતા ગિરિજાબાઇ સિલાવટનું ભોપાલની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ડોક્ટરે પોતાના પરિવાજનોને અંતિમયાત્રામાં ઓછામાં ઓછા લોકો સામેલ થાય તેવી અપીલ પણ કરી હતી.

માનવતાનો આવો જ એક કિસ્સો ઓરિસ્સામાં પણ જોવા મળ્યો હતો. અહીં સંબલપુર જિલ્લામાં સહાયક સભાગીય ચિકિત્સા અધિકારી ડોક્ટર અશોક દાસની 80 વર્ષની માતાનું 17 માર્ચે નિધન થયું હતું. આ દરમિયાન અશોક દાસનું પોસ્ટિંગ કોરોના દર્દીની સારવાર કરવામાં આવ્યું હતું. તેઓ તુરંત હોસ્પિટલ પહોંચી ગયા. બાદમાં જ્યારે ડ્યુટી પુરી કરી રાતે તેઓ ઘરે આવ્યા ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ પહેલા મધ્ય પ્રદેશના દમોહમાં લોકડાઉન દરમિયાન એક પોલીસકર્મીની પુત્રીના મૃત્યુની ભાવુક ઘટના સામે આવી હતી. જ્યાં પોલીસકર્મી પિતા પોતાની જાતને દોષી ગણી રહ્યાં છે. તેઓ લોકડાઉન દરમિયાન પોતાના ઘર-પરિવારની ચિંતા છોડી ડ્યુટી કરી રહ્યાં હતા. તેમની 14 વર્ષની પુત્રીનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું.

આ છે ભોપાલના સીએમએચઓ ડોક્ટર સુધીર ડેહરિયા જે કોરોના દર્દીની સારવાર કરી રહ્યાં છે. તેઓ 5 દિવસ બાદ થોડા સમય માટે પોતાના ઘરે આવ્યા હતા. તેમણે ઘરની બહાર બેસીને પત્ની અને બાળકો સાથે મુલાકાત કરી અને ચા પીધી પરંતુ ઘરની અંદર ગયા નહીં, કારણ કે તેમણે ડ્યુટી પર જવાનું હતું.

તસવીરમાં દેખાતી આ મહિલા નર્સ છે, જેનું નામ પુનમ રાની છે, જે રાજસ્થાનના ઝુંઝુંનું જિલ્લાની રહેવાસી છે. કોરોનાના આ સંકટના સમયે પુનમ જયપુરના એસએમએસ હોસ્પિટલમાં ડ્યુટી કરી રહી છે. પુનમ છેલ્લા 18 દિવસથી પોતાના ઘરે ગઇ નથી. આ દરમિયાન તેણે પોતાના 13 મહિનાના દીકરાને પણ જોયો નથી.