‘રામાયણ’માં ચાર બાળકોના પિતા દશરથ રિયલ લાઈફમાં છે એક બાળકના પિતા, હાલ કેવા લાગે છે?

રામાનંદ સાગરની ‘રામાયણ’ માં ભગવાન રામના પિતાનો રોલ નિભાવનાર એક્ટર બાલ ધુરી મરાઠી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂંક્યા છે. બાલ ધુરીનો જન્મ 1944 માં મહારાષ્ટ્રમાં થયો હતો. તેમનું મૂળ નામ ભૈયૂજી છે, પરંતુ ઘરમાં બધાં તેમને બાલ કહીને જ બોલાવતા હતા. પછી તેમણે પણ એ જ નામ અપનાવી લીધું. બાલ ધુરીને બાળપણથી જા એક્ટિંગનો બહુ શોખ હતો. તેઓ વિવિધ સ્ટેજ પર્ફોર્મન્સમાં પણ ભાગ લેતા હતા. જોકે બાલ ધુરીનાં ઘરનાં લોકો નહોંતાં ઇચ્છતાં કે, તેમનો દીકરો એક્ટિંગની દુનિયામાં આગળ વધે. આજે અમે રામાયણમાં દશરાથનો રોલ નિભાવી એ સમયે ફેમસ બનેલા બાલ ધુરી વિશે જણાવી રહ્યા છે, જેઓ અત્યારે ગુમનામીના અંધારામાં ખોવાઇ ગયા છે.

76 વર્ષના થઈ ગયા છે રામાયણના દશરથ, જેઓ અત્યારે કઈંક આવા દેખાય છે.

બાલ ધુરી એન્જિનિયારિંનું ભણ્યા છે અને ત્યારબાદ તેમને એક સારી નોકરી પણ મળી ગઈ હતી. જોકે અંદર રહેલ એક્ટરે બાલ ધુરીને જપીને બેસવા ન દીધા.

પછી તો બાલ ધુરીએ પરિવારનો સખત વિરોધ હોવા છતાં નોકરી છોડી દીધી અને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યાં. તેમણે એક્ટિંગની શરૂઆત 70 ના દાયકામાં આવેલ મરાઠી ફિલ્મ ‘દેવાચિએ દ્વારી’ થી કરી હતી.

કરિયરની શરૂઆતમાં બાલ ધુરીએ 30 કરતાં પણ વધારે નાટકોમાં કામ કર્યું છે. રામાયણમાં તેમને દશરથનો રોલ કેવી રીતે મળ્યો એ પણ બહુ રસપ્રદ છે.

રામાયણમાં ભગવાન રામની માં એટલે કે કૌશલ્યાનો રોલ મરાઠી એક્ટ્રેસ જયશ્રી ગડકરે કર્યો હતો. મરાઠી ફિલ્મોમાં કામ કરવાના કારણે જ રામાનંદ સાગરે તેમને પહેલાંથી જ કૌશલ્યાનો રોલ ઓફર કરી દીધો હતો.

ઉલ્લેખનિય છે કે, રામાયણની કૌશલ્યા એટલે કે, જયશ્રી ગડકર જ રિયલ લાઇફમાં પણ બાલ ધુરીની પત્ની છે.

જયશ્રી ગડકર પતિ સાથે રામાનંદ સાગરની ઓફિસ પહોંચી તો તેમની નજર બાલ ધુરી પર પડી. બાલને જોઇ રામાનંદ સાગરે તેમને બે રોલ ઓફર કર્યા. એક મેઘનાદનો અને બીજો દશરથનો.

જેના જવાબમાં બાલ ધુરીએ દશરથનો રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ રામાનંદ સાગરે કહ્યું કે, દશરથનો રોલ તો માત્ર થોડા જ એપિસોડ સુધી રહેશે, છતાં તેમણે દશરથનો રોલ જ પસંદ કર્યો.

ઉલ્લેખનિય છે કે, સિરિયલના સીનમાં દશરથના મૃત્યુ બાદ તેમને ચિતા પર સૂવડાવવામાં આવ્યા હતા. આ સીનનો બાલ ધુરીની પત્ની એટલે કે જયશ્રી ગડકરે બહુ વિરોધ કર્યો હતો. પરંતુ બાલ ધુરીએ બહુ મનાવ્યાં ત્યાર બાદ તે માન્યાં હતાં.

બાલ ધુરીએ રંગમંચ પર 25 વર્ષના યુવાનથી લઈને 86 વર્ષના વૃદ્ધ સુધીના રોલ કર્યા છે. બાલ ધુરી અત્યારે રંગમંચ પર તો સક્રિય નથી, પરંતુ મરાઠી ફિલ્મોમાં આજે પણ કામ કરે છે.