પુરુષોને લલચાવે છે યુવતીઓનું આવું શરીર, નોરા ફતેહીએ જણાવી બે ખાસિયતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની તસવીરો અવારનવાર સો.મીડિયામાં વાઇરલ થતી હોય છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ તેની તસવીરો ક્લિક કરવા માટે આતુર હોય છે. નોરા ફતેહી રોજ વર્કઆઉટ કરે છે.

વેટ્રેસ તરીકે કરતી હતી કામઃ નોરા આજે ભારતનો લોકપ્રિય ચહેરો છે, પરંતુ તે એક સમયે વેટ્રેસનું કામ કરતી હતી. કેનેડામાં તેણે વેટર તરીકે કામ કર્યુ છે.

દુબળી-પાતળી હતી નોરાઃ નોરા ફતેહીએ કહ્યું હતું કે વેટર તરીકે કામ કરતી ત્યારે તે ઘણી જ દુબળી-પાતળી હતી અને લોકો તેની ટીકા પણ કરતા હતા. નોરાએ કહ્યું હતું કે લોકોને દુબળી છોકરીઓ ગમતી નથી.

કેમ ખાતી રહેતી હોય છેઃ નોરાએ કહ્યું હતું કે જે લોકો દુબળાં હોય છે તેમને પસંદ કરવામાં આવી નથી. આ જૂની માનસિકતા છે અને તેથી જ તે ખાતી રહેતી હોય છે.

પુરુષોને કેવી યુવતીઓ ગમે છેઃ નોરાના મતે, તે એક એવી જગ્યાએ આવે છે, જ્યાં યુવતીઓને ભરાવદાર હોવું તથા કર્વી ફિગર પુરુષોને પસંદ આવે છે.

નોરાના ફિગરનું રહસ્યઃ નોરાએ આગળ કહ્યું હતું કે જ્યાં સુધી તેની વાત છે તો તે હંમેશાં શરીરને ભરાવદાર તથા કર્વી રાખવાનો પ્રયાસ કરે છે.

આઇટમ નંબરમાં જોવા મળશેઃ નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં આઇટમ ડાન્સ કરતી જોવા મળશે.