વીમા પોલિસીની આડમાં અહીંયા ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસ અંદરનો નજારો જોઈને ચકરાઈ ગઈ

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વીમા પોલિસીની આડમાં સેક્સ રેકેટ ચલાવનાર ગેંગનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. બે મહિલાઓ સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ કાશીરામ નગર સ્થિત એક મકાનમાંથી પશ્ચિમ બંગાળની બે યુવતીઓને છોડાવી છે. પોલીસનો દાવો છે કે આરોપીઓ વીમા પોલિસી લેતા લોકોને છોકરીઓ સપ્લાય કરતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ કર્યો છે. પોલીસ આ ગેંગના અન્ય સભ્યોની શોધમાં છે.

પોલીસ ઇન્દુ સિદ્ધાર્થે કહ્યું હતું કે માહિતી મળી હતી કે મહિલા તથા પુરુષ શહેરમાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવે છે. આ માહિતી બાદ સિવિલ લાઇન્સ પોલીસ રવિન્દ્ર પ્રતાપ સિંહની ટીમે દીન દયાલનગરમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. અહીંયા પોલીસે એક યુવકની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરીને અન્ય લોકો અંગે માહિતી લીધી હતી.

પોલીસે મઝોલા પોલીસ સ્ટેશનમાં બુદ્ધિ વિહાર સ્થિત મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંયા બે મહિલા તથા બે યુવકોની અટકાયત કરી હતી. આ ઉપરાંત કાંશીરામ નગરમાંથી બે યુવતીઓને મુક્ત કરાવી હતી. બંને યુવતીઓ પશ્ચિમ બંગાળના દાર્જલિંગમાં રહે છે. દિલ્હીમાં અભ્યાસ કરતી હતી.

પોલીસનો દાવો છે કે સેક્સ રેકેટ ચલાવતી 2 મહિલા તથા 3 યુવકની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા આરોપી ઉત્તરાખંડના કાશીપુરની છે. બીજી મહિલા અમરોહાની છે. ત્રીજી મહિલા મુરાદાબાદમાં જ રહે છે. આ ઉપરાંત ત્રણ પુરુષો રાહુલ દાસ, બાબુ તથા રાજુની ધરપકડ થઈ છે. આ ત્રણેય શહેરમાં અલગ અલગ જગ્યાએ ભાડેથી રહે છે.

પોલીસે કહ્યું હતું કે બંને આરોપી મહિલાઓની સાથે જ રાહુલ તથા બાહુ પ્રાઇવેટ વીમા કંપનીમાં વીમા પોલિસીનું કામ કરે છે. લોકોને વીમા પોલિસી વેચવાની સાથે સાથે સેક્સ સર્વિસ આપતા હતા. આથી જ મુરાદાબાદની બહારની યુવતીઓને નોકરીની લાલચ આપીને દેહ વ્યાપાર કરાવતા હતા. આ ગેંગના અન્ય સભ્યો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.

સેક્સ વર્ધક ગોળીઓ મળીઃ પોલીસને ઘટના સ્થળથી સેક્સ વર્ધક ગોળીઓ, આધાર કાર્ડ, પેન કાર્ડ, ડેબિટ કાર્ડ તથા આઇ કાર્ડ સહિતની વસ્તુઓ મળી હતી.