શાહરૂખ ખાનની લાડકી સુહાના રડતી હોય તેવી તસવીરે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

મુંબઈઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુહાના ઘણીવાર તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને લોકો તેને પસંદ પણ કરે છે. જોકે, આ વખતે સુહાના તેના ગ્લેમરસ ફોટો અને સ્ટનિંગ લુકને લીધે નહીં, પણ અન્ય કારણને લીધે ચર્ચામાં છે. સુહાનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક રડતો ફોટો શેર કર્યો છે. મહત્ત્વનું છે કે, સુહાના લંડનમાં સ્ટડી કરી રહી છે, પણ કોરોના વાઇરસને લીધે લોકડાઉનમાં તે પરિવાર સાથે મુંબઈમાં જ છે.

સુહાનાએ લોકડાઉન દરમિયાન એક મિસ્ટ્રી પ્રોજેક્ટ પર કામ કર્યું, જેમાં તેના કેટલાક ઇમોશનલ સીન છે. આ ફોટો શેર કરતાં સુહાનાએ લખ્યું કે, ‘બધાઈ હો, અગર આપને મુજહે રોતે હુએ નહીં દેખા. ક્વોરન્ટીન ફિલ્મિંગ.’

તો એક અન્ય ફોટોમાં સુહાના નોર્મલ ઇમોશનમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુહાના અત્યારે એક્ટિંગને જીણવટ પૂર્વક શીખી રહી છે.

આ પહેલાં સુહાનાએ લુઇ વિતોન બૈગ માટે તેના ગ્લેમરસ ફોટો શેર કર્યાં હતાં. પોલ્કા ડૉટ્સવાળા ડ્રેસમાં સુહાના ખૂબ જ સુંદર લાગતી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના લોકડાઉનમાં સુહાનાએ તેના પરિવાર સાથે ક્વોલિટિ ટાઇમ પસાર કર્યો છે. તેમના મા ગૌરી ખાને પણ દીકરા સુહાના સાથેના કેટલાક ફોટો શેર કર્યાં છે.

આમ તો, સુહાનાનાં એક્સપ્રેશન જોઈ લાગે છે કે, તે જલદી જ મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે. સુહાના એક શોર્ટ ફિલ્મ ‘ધી ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’માં જોવા મળી હતી. આ શોર્ટ ફિલ્મમાં સુહાનાએ ખૂબ જ સારું પર્ફોમન્સ આપ્યું હતું.

સુહાના, પિતા શાહરૂખની જેમ જ એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માગે છે. તે સ્કૂલમાં પણ ઘણાં પ્લેમાં ભાગ લેતી રહે છે. સુહાના તેના પિતાની ખૂબ જ નજીક છે.

શાહરૂખે એકવાર કરણ જોહરના શૉ ‘કૉફી વિથ કરણ’માં દીકરીના સવાલ પર કહ્યું કે, ‘જો કોઈ છોકરો મારી દીકરીને લિપ કિસ કરશે તો હું તેના હોંઠ ઉખાડીને ફેંકી દઈશ.’

થોડાં વર્ષ પહેલાં શાહરૂખ ખાને ફેમસ મેગેઝિન ‘ફૅમિના’ને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દીકરી સુહાનાને જે છોકરો ડેટ કરવા માગે છે, તે માટે તેમને કેટલીક શરતો બનાવી છે.’ શાહરૂખે એમ પણ કહ્યું કે, ‘તે એવું ઇચ્છે છે કે તેમની દીકરીની લાઇફમાં એક સારો વ્યક્તિ આવે.’

ઑગસ્ટ 2018માં 18 વર્ષની સુહાનાએ મેગેઝિનના કવર પર ડેબ્યુ કર્યું હતું. તે ગ્લેમર મેગેઝિન વૉગના ફ્રન્ટ પેજ પર ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. ખુદ શાહરૂખે મેગેઝિનનું કવર પેજ લોન્ચ કર્યું હતું.

સુહાના પહેલાં તેમની મા ગૌરી ખાને એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે શાહરૂખ ખાનના વેક્સ સ્ટેચ્યુ સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રિયલ શાહરૂખ પણ હતો. આ ફોટો પર શાહરૂખે કોમેન્ટ કરતાં કહ્યું કે, ‘તે છેલ્લાં દોઢ વર્ષથી વગર કામે ઘરે જ છે.’