પત્ની શિવાનીએ દીપક તિજોરીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો, જાણીને નવાઈ લાગશે

મુંબઈઃ 90નાં દશકની સુપરહિટ ફિલ્મો ‘આશિકી’, ‘સડક’ અને ‘જો જીતા વહી સિકન્દર’માં કામ કરી ચૂકેલાં એક્ટર દીપક તિજોરીની આ વાતો તમે નહીં જાણતા હોવ એ નક્કી છે. 28 ઑગસ્ટ, 1961માં મુંબઈમાં જન્મેલા દીપક ઘણાં સમયથી અક્ટિંગની દુનિયાથી દૂર છે. આમ તો, દીપક તેમની પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં છે. વર્ષ 2017માં સમાચાર સામે આવ્યાં હતાં કે દીપક તિજોરીની પત્ની શિવાનીએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

દીપકની પત્ની શિવાની અને બાળકો સાથે ગોરેગાંવમાં 4 BHKના ફ્લેટમાં રહે છે. આમ તો શિવાનીને દીપકના યોગા ટ્રેનર સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે શંક થઈ, તેમણે દીપકને બેઘર કરી કબજો લઈ લીધો હતો.

આ પછી શિવાનીએ તેમના વિરુદ્ધ બાંદ્રા કોર્ટમાં છૂટાછેડાનો કેસ ફાઇલ કર્યો હતો અને વળતરની માગ કરી હતી. ઘણાં વર્ષોથી લાઇમલાઇટથી દૂર દીપક, પત્ની શિવાની અને બાળકોના વળતર આપવાની સ્થિતિમાં નહોતા. એવામાં તેમણે હાયરકોર્ટમાં અપીલ કરી તેમની આર્થિક સ્થિતિ સરખી નથી અને તે રકમ આપી શકશે નહીં.

જોકે, આ ઝઘડા વચ્ચે દીપકને જાણ થઈ કે તેમના લગ્ન ઇલ્લીગલ છે. દીપક શિવાનીના બીજા પતિ છે. પહેલાં પતિ સાથે વગર છૂટાછેડાએ શિવાનીએ તેમની સાથે લગ્ન કરી લીધા હતાં. આ રીતે આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી.

એવામાં જો શિવાનીએ તેમના પહેલા પતિને છૂટાછેડા આપ્યા નહીં તો તેમના અને દીપકના લગ્નનો કોઈ અર્થ નથી. આ વિચારી દીપકને શિવાનીનો ખર્ચ ઉઠાવીને મનાવીને ના કરી દીધી હતી.

દીપક તિવારીએ ડિઝાઇનર ગર્લફ્રેન્ડ શિવાની તનેજા સાથે લગ્ન કર્યાં હતાં. આ બંનેના બાળકો દીકરી સમારા અને દીકરો કરણ છે. સમારા સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. તેમનો ઝુકાવ ફિલ્મો તરફ છે.

વર્ષ 2016માં રિલીઝ થયેલી વરુણ ધવન અને જૉન અબ્રાહમની ફિલ્મ ‘ઢિશૂમ’માં સમારા કામ કરી ચૂકી છે. સેટના ઘણાં ફોટો પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં.

દીપકની દીકરી સમારા જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેમને થોડાક કલાક માટે કિડનેપ કરવામાં આવી હતી. 10 મે, વર્ષ 2009માં થયેલી આ દુર્ઘટના વિશે દીપક તિજોરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

દીપકે જણાવ્યું કે, ‘સાંજે લગભગ 4 વાગ્યે સમારા બહાર નીકળી હતી. લોખંડવાલા રોડ પર ચાલતી વખતે કેટલાક લોકોએ તેને ઑટોમાં ખેંચી લીધી અને તેને એક હૉટેલમાં લઈ ગયાં.’ જોકે, તેમની દીકરી કોઈ રીતે ગુંડાઓની કેદમાંથી ભાગવામાં સફળ રહી હતી. આ પછી શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

દીપક તિજોરીએ ‘અફસાના પ્યાર કા’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘ખિલાડી’, ‘આંસુ બને અંગારે’, ‘પહેલાં નશા’, ‘જાનમ’, ‘આઇના’, ‘દિલ તેરા આશિક’, ‘સંતાન’, ‘છોટી બહુ’, ‘કભી હા કભી ના’, ‘અંજામ’, ‘સાજન કા ઘર’, ‘ધી જેન્ટલમેન’, ‘ગેન્ગસ્ટર’, ‘નાજાયઝ’, ‘પ્રેમ’, ‘સરહદ’, ‘રાજા’, ‘ગુલામ’, ‘યે હૈ મુંબઈ મેરી જાન’, ‘બાદશાહ’, ‘વાસ્તવ’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘પ્યાર દીવાના હોતા હૈ’, ‘ફરેબ ઔર રાજા’, ‘નટવરલાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.